મ્યુચ્યુઅલ ફંડ અને NPSમાં તે જ દિવસે નેટ એસેટ વેલ્યુ મેળવવા આટલા વાગ્યે કરો રોકાણ, જુઓ તસવીરો
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કર્તાઓને તેજ દિવસે નેટ એસેટ વેલ્યુ મેળવવા માટે તમે નિશ્વિત કરેલા કટ -ઓફ સમયમાં રોકાણ કરશો તો તમને તે જ દિવસે NAV લાગુ પડે છે.

ભારતમાં મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરતા હોય છે. જ્યારે ટ્રેડિંગના દિવસે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 3:00 PM પહેલા રોકાણ કરશો તો તે જ દિવસે NAV લાગુ પડશે.

જો રોકાણ ટ્રેડિંગ દિવસે બપોરે 3:00 PM પહેલા કરવામાં આવ્યું હોય, તો તે દિવસની NAV લાગુ પડે છે. પરંતુ જો રોકાણ 3:00 PM પછી કરવામાં આવે છે, તો પછીના ટ્રેડિંગ દિવસની NAV લાગુ થશે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇક્વિટી ફંડ્સની જેમ જ તે જ દિવસની NAV માટે કટ-ઓફ સમય પણ બપોરે 3:00 PM છે.

નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ રોકાણ 3:00 PM પહેલા કરવામાં આવે ત્યારે તે જ દિવસે NAV લાગુ થાય છે. જ્યારે 3 પછી રોકાણ કરવામાં આવે તો બીજા ટ્રેડિંગ દિવસે NAV લાગુ થાય છે. ( All Pic - Freepik )

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
