સ્વપ્ન સંકેત : સપનામાં પેટ, એડી કે કાન દેખાવા એ શું સંકેત આપે છે?
Svapna sanket : રાત્રે સુતી વખતે સપના આવવા સ્વાભાવિક છે. દરેક સપનાને પોતાનું શુભ-અશુભ ફળ પણ છે. તો આજે તમને માહિતી આપશું કે કેવા સપનાનું ફળ કેવું મળશે. મોટા વાત તો એ છે કે સપનાની વાત કોઈને કરવી ન જોઈએ.

ઈન્દ્રિય : જો પુરુષ પોતાની ઈન્દ્રિય દેખાય તો સંતાન પ્રાપ્તિના સંકેત છે અને જો તેને સ્ત્રીની ઈન્દ્રિય દેખાય તો પત્ની વિયોગના સંકેત છે. સ્ત્રી જો પોતાની ઈન્દ્રિય જુએ છે તો તે અશુભ છે અને પુરુષની ઈન્દ્રિય જુએ છે તો કામ સુખની પ્રાપ્તિ થાય છે.

ઊંઘવું : સ્વપ્નમાં કોઈ ને અથવા પોતાને ઊંઘતા જોવું એ ધન-હાનિના સંકેત છે.

પેટ : સપનામાં પોતાનું પેટ જોવું અથવા પેટ થપથપાવવું એ આગળના દિવસે ભોજન મળવાના સંકેતો છે.

ઉપનયન સંસ્કાર : પોતાનું કે કોઈનું ઉપનયન સંસ્કાર જોવા એ બિમાર પડવાની સૂચના છે.

એડી : એડી જોવી, રગડવી તે કોઈ ફરવાના સ્થળે જવાની સંભાવના બતાવે છે. પરિવાર સાથે પિકનિક પર જવાના સંયોગ બતાવે છે.

કાંડું : પુરુષનું કાંડુ પકડેલું જોવું એ કોઈ શત્રુના સંકેત છે. સ્ત્રીનું કાંડું જોવું એ કોઈ સ્ત્રી દ્વારા અપમાનિત થવાની સંભાવના છે. સ્ત્રી કોઈ પુરુષની કાંડુ પકડેલી જોવા મળે તો તેના પર કલંક લાગવાના સંકેતો છે. સ્ત્રીનું કાંડું પકડતા જોવું એ પાડોશી સ્ત્રી સાથે ક્લેશ થવાની સંભાવના છે.

કસરત : સપનામાં પોતાને અથવા કોઈ વ્યક્તિને કસરત કરતા જોવી એ કોઈ ગંભીર રુપથી બિમાર પડવાની શક્યતા છે.

કવાયત : કવાયત કરતા જોવું એ કોઈ ષડયંત્રના શિકાર બનવાની સંભાવના છે. સેના કે પોલીસને કવાયત કરતા જોવું એ અકારણ ઝગડો થવાની સંભાવના છે.

કાન : સપનામાં કાન જોવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સ્વપ્ન ભવિષ્યમાં નાણાકીય લાભ સૂચવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
