મ્યુચ્યુઅલ ફંડ
મ્યુચ્યુઅલ ફંડ એ સામૂહિક રીતે રોકાણ કરવા માટેની વ્યાવસાયિક યોજના છે. મ્યુચ્યુઅલ ફંડ એક ફાઇનાન્શિયલ સાધન છે, જે ઘણા રોકાણકારો પાસેથી પૈસા એકત્રિત કરીને બનાવવામાં આવે છે. AMCS (એસેટ મેનેજમેન્ટ કંપનીઓ) બોન્ડ્સ, શેર્સ, ડેબ્ટ્સ, સ્ટૉક્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની અન્ય સંપત્તિઓ જેવી સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ વિવિધ પ્રકારની સિક્યોરિટીઝમાં ફંડની ફાળવણી કરે છે. જે તેમના રોકાણકારોને આ રોકાણો સાથે તેમના નફા વધારવાની મંજૂરી આપે છે.
લાંબા ગાળા માટે હોય કે ટૂંકા ગાળા માટે હોય, દરેક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં મ્યુચ્યુઅલ ફંડના પોતાના ફાયદાઓ છે. જોખમ વહેંચી જવાતુ હોવાના કારણે રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ સૌથી લોકપ્રિય વિકલ્પ બની રહ્યો છે.મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારી ઇચ્છા મુજબ કોઈપણ સમયે તમારી એકમોને રિડીમ કરી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડ નાની રકમમાં રોકાણ કરવાની સુવિધા પ્રદાન કરે છે. તેનો અર્થ એ છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે ઘણા પૈસાની જરૂર નથી. તમે તમારી આવક અને રોકડ પ્રવાહ અનુસાર રોકાણ કરી શકો છો. જો તમે માસિક પગાર પર આધારિત હોવ તો તમે રોકાણની SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) પસંદ કરી શકો છો અને દર મહિને અથવા નિયમિત અંતરાલ પર એક નિશ્ચિત રકમ ઇન્વેસ્ટ કરી શકો છો. તમે ઓછામાં ઓછા 100 રુપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો છો અને મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદા નથી.
Read Moreફેસ્ટિવ સીઝનમાં રોકાણની ઉત્તમ તક! આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સથી કરી શકો છો ‘શરૂઆત’
ઓક્ટોબર મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ફેસ્ટિવ સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. આ ફેસ્ટિવ સીઝનમાં કોઈ ગાડી ખરીદશે, કોઈ ફોન ખરીદશે તો કોઈ સોનું-ચાંદી ખરીદશે. જો તમે રોકાણ વિશે વિચારી રહ્યા છો અને આ જ મહિનાથી શરૂઆત કરવા માંગો છો, તો તમે આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Oct 5, 2026
- 2:21 pm
SIP કે NPS ? રિટાયરમેન્ટ માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ ? ₹5000 ની બચતથી બનાવો કરોડોનું ફંડ
શું તમે જાણો છો કે, દર મહિને માત્ર ₹5,000 બચાવીને તમે તમારા રિટાયરમેન્ટ માટે કરોડો રૂપિયાનું ફંડ તૈયાર કરી શકો છો? બસ સવાલ એ છે કે, આ માટે મ્યુચ્યુઅલ ફંડ SIP પસંદ કરવી કે સરકારી સ્કીમ NPS? એક તરફ જ્યાં SIP તમને વધુ રિટર્ન અને ફ્લેક્સિબિલિટી આપે છે, ત્યાં બીજી તરફ NPS તમને ટેક્સ બચત સાથે દર મહિને પાકી પેન્શનની ગેરંટી આપે છે.
- Ravi Prajapati
- Updated on: Oct 2, 2026
- 10:20 pm
₹11 લાખ કરોડનો આંકડો પાર ! આ ફંડ્સ આપી રહ્યા છે ‘શાનદાર રિટર્ન’, રોકાણકારો એક ખાસ કેટેગરી પાછળ ઘેલા થયા
શેરબજારમાં અણધાર્યા ઉતાર-ચઢાવ અને અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો પોતાના પોર્ટફોલિયોની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે, ત્યારે નાણાકીય નિષ્ણાતો દ્વારા જોખમ સંતુલિત કરતી વિશેષ રોકાણ રણનીતિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. માર્કેટ તૂટવાની સ્થિતિમાં સીધા સ્ટોક્સમાં થતા મોટા નુકસાન સામે રક્ષણ મેળવવા માટે રોકાણકારો હવે વિવિધ એસેટ ક્લાસનું મિશ્રણ ધરાવતી કેટેગરી તરફ ઝડપથી વળી રહ્યા છે, જેનો AUM આંકડો તાજેતરમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Sep 28, 2026
- 7:39 pm
30 ની ઉંમરે ₹5 કરોડનું ફંડ! રિટાયરમેન્ટ માટે દર મહિને કેટલી કરવી પડશે SIP? જાણો ‘આખું ગણિત’
શું તમે પણ 30 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ સુધીમાં ₹5 કરોડનું ફંડ એકઠું કરવાનો ટાર્ગેટ રાખી રહ્યા છો? હવે સૌથી મોટો સવાલ એ છે કે, આ ₹5 કરોડનો આંકડો આંબવા માટે તમારી દર મહિનાની SIP કેટલા રૂપિયાની હોવી જોઈએ? શું આ રકમ તમારી ધારણા કરતાં પણ ખૂબ નાની હોઈ શકે?
- Ravi Prajapati
- Updated on: Sep 26, 2026
- 10:35 pm
રેલવે, વીમો, મ્યુચ્યુઅલ ફંડથી P2P, P2M સુધી… કયા પેમેન્ટ પર લાગશે ‘ચાર્જ’ અને કોને મળશે ‘છૂટ’?
UPI પર ચાર્જ લાગવાને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો અને અફવાઓએ સામાન્ય ગ્રાહકોથી લઈને નાના દુકાનદારો સુધી દરેકને ચિંતામાં મૂકી દીધા છે. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે, હવે દર વખતે ઓનલાઈન પેમેન્ટ કરવા પર તેમના ખિસ્સામાંથી વધારાના પૈસા કપાશે. દરેકના મનમાં એક જ સવાલ છે કે, શું રેલવે, વીમો કે મ્યુચ્યુઅલ ફંડનું પેમેન્ટ કરવા પર હવેથી વધારાનો ચાર્જ ચૂકવવો પડશે? P2P અને P2M ટ્રાન્ઝેક્શનમાં કોને સંપૂર્ણ છૂટ મળશે અને ક્યાં ચાર્જ લાગશે?
- Ravi Prajapati
- Updated on: Sep 26, 2026
- 9:25 pm
ઈન્કમ ટેક્સ બચાવવાની સાથે કમાવો 20% થી વધુનું વળતર, સૌથી ઓછા લોક-ઈન પિરિયડમાં મેળવો ‘અધધ રિટર્ન’
ઈન્કમ ટેક્સ બચાવવા માટે બજારમાં PPF, NPS અને ટેક્સ સેવિંગ FD જેવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. એવામાં સમગ્ર મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં એકમાત્ર એવો કયો પ્લાન છે, જે તમને ટેક્સમાં મોટી છૂટ અપાવે છે? આ વિકલ્પની સૌથી મોટી ખાસિયત એ છે કે, સેક્શન 80C હેઠળ ટેક્સ બચાવતા તમામ સાધનોમાં સૌથી ઓછો લોક-ઇન પિરિયડ પણ આનો જ છે.
- Ravi Prajapati
- Updated on: Sep 25, 2026
- 3:36 pm
UPI AutoPay થી SIP, Insurance કે Bill ભરો છો? 15 ઓક્ટોબરના નવા નિયમથી તમારા ખિસ્સા પર શું અસર પડશે?
15 ઓક્ટોબર 2026થી UPI નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. યુઝર્સમાં ચર્ચા છે કે, શું હવે દર વખતે UPI કરવા પર વધારાના પૈસા ચૂકવવા પડશે? જો તમે પણ દર મહિને Mutual Fund SIP, Insurance કે લાઇટ બિલ UPIથી ભરો છો, તો આ નવો નિયમ તમારા માટે જાણવો ખૂબ જરૂરી છે. શું ખરેખર તમારા ખાતામાંથી ચાર્જ કપાશે કે પછી આ નિયમ કંઈક અલગ જ છે?
- Ravi Prajapati
- Updated on: Sep 18, 2026
- 5:02 pm
UPI થી શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હવે પડશે મોંઘું ? આખરે ₹1 લાખ પર કેટલો કપાશે MDR અને શું છે આ નવો નિયમ?
15 ઓક્ટોબર, 2026થી UPIના કેટલાક વ્યાપારી પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાનો છે, જેણે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોમાં ચિંતા જગાવી છે. સવાલ એ છે કે, શું આ નવા નિયમો તમારા રોકાણને વધુ ખર્ચાળ બનાવશે? હવે આ મૂંઝવણને સરળ રીતે ઉકેલીએ અને આંકડાઓની મદદથી સમજીએ કે, વાસ્તવમાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે?
- Ravi Prajapati
- Updated on: Sep 16, 2026
- 3:45 pm
SIP માંથી કરોડોનું ફંડ કેમ નથી બનતું ? જાણો રોકાણકારોની એ 5 ભૂલો, જે ડૂબાડે છે ‘પૈસા’
દર મહિને SIP ની રકમ નિયમિતપણે બેંક ખાતામાંથી કપાય છે, રોકાણ પણ સતત ચાલુ રહે છે, છતાં જ્યારે પોર્ટફોલિયો જોઈએ ત્યારે મનગમતું રિટર્ન કે ભંડોળ કેમ નથી દેખાતું? ઘણા રોકાણકારો આ પરિસ્થિતિ જોઈને માની લે છે કે, SIP સ્કિમ જ નકામી છે. હવે શું ખરેખર વાંક SIP નો છે કે પછી આપણા રોકાણ કરવાની રીતમાં જ કોઈ મોટી ખામી રહી જાય છે? જો તમારું રોકાણ પણ અપેક્ષા મુજબ ગ્રો નથી થઈ રહ્યું, તો નિરાશ થઈને SIP અટકાવતા પહેલા સાચી વ્યૂહરચના સમજી લેવી ખૂબ જરૂરી છે.
- Ravi Prajapati
- Updated on: Sep 14, 2026
- 3:43 pm
SIP કે NPS? કરોડોનું ફંડ બનાવવા કયો રસ્તો ઉત્તમ? ₹5,000 ની દર મહિનાની બચત તમને બનાવશે ‘કરોડપતિ’
તમે નિવૃત્તિ (Retirement) પછી કરોડો રૂપિયાનું મોટું ફંડ બનાવવા માંગો છો પરંતુ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) કે NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) માંથી કયો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ રહેશે, તે અંગે મુંઝવણમાં છો? જો તમે 30 વર્ષની ઉંમરે દર મહિને માત્ર ₹5,000 નું રોકાણ શરૂ કરો છો, તો 60 વર્ષની ઉંમર સુધીમાં બંને વિકલ્પો દ્વારા એક મોટું ભંડોળ ઊભું કરી શકાય છે.
- Ravi Prajapati
- Updated on: Sep 11, 2026
- 2:35 pm
માર્કેટમાં ઉતાર-ચઢાવ છતાં રોકાણકારોનો ભરોસો કાયમ : ઓગસ્ટમાં SIP રોકાણ ₹32,297 કરોડના ઓલ ટાઈમ હાઈ પર
શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓગસ્ટ 2026માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કુલ AUM ₹87.08 લાખ કરોડને પાર પહોંચ્યું છે. માસિક SIP રોકાણ ₹32,297 કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે, જેમાં સ્મોલકેપ અને મિડકેપ ફંડ્સમાં રોકાણકારોએ સૌથી વધુ રસ દાખવ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Sep 10, 2026
- 5:01 pm
તમારા કમાયેલા પૈસા ક્યાં સુરક્ષિત રહેશે? FD અને SIPમાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ છે? રોકાણ કરતા પહેલાં આ ખાસ જાણી લો
ઘણા લોકો માને છે કે, જ્યાં વધારે વળતર દેખાય ત્યાં જ રોકાણ કરી દેવું જોઈએ પરંતુ આ એક વિચાર જ તમને નુકસાન તરફ દોરી શકે છે. બીજી તરફ, માત્ર સુરક્ષા જોઈને પસંદ કરેલો વિકલ્પ પણ તમારા પૈસાનું મૂલ્ય મોંઘવારી સામે ઘટાડી શકે છે. આ બધા વચ્ચે રોકાણની વાત આવે ત્યારે દરેક વ્યક્તિના મનમાં એક જ મોટો મૂંઝવણભર્યો પ્રશ્ન હોય છે કે, પોતાના કમાયેલા પૈસા બેંક FD માં મુકવા કે પછી મ્યુચ્યુઅલ ફંડ SIP માં?
- Ravi Prajapati
- Updated on: Sep 9, 2026
- 3:44 pm
55 ની ઉંમરે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ જોઈએ છે ? તો 25, 30 અને 35 ની વયે દર મહિને કેટલી SIP કરવી પડે?
શું તમે 55 ની ઉંમરે 2 કરોડ રૂપિયાનું રિટાયરમેન્ટ ફંડ બનાવવાનું સપનું જોઈ રહ્યા છો? તો જાણી લો કે, દર મહિને તમારી કેટલી SIP જશે. 25 વર્ષની ઉંમરે SIP શરૂ કરવાથી કેટલો ફાયદો થાય છે? 30 વર્ષની ઉંમરે શરૂ કરીએ, તો દર મહિને કેટલી SIP કરવી પડે? બીજું કે, 35 ની ઉંમરે પહોંચ્યા પછી 2 કરોડ સુધી પહોંચવા માટે દર મહિને કેટલું રોકાણ જરૂરી છે?
- Ravi Prajapati
- Updated on: Sep 7, 2026
- 4:26 pm
Physical Gold, Gold ETF કે SGB: સોનામાં રોકાણ માટે કયો વિકલ્પ વધુ ફાયદાકારક? જાણો રિટર્ન અને ટેક્સનું ગણિત
સોનામાં રોકાણ માટે માત્ર ભાવ વધવાની રાહ જોવી પૂરતી નથી. Physical Goldમાં GST અને Making Charges, Gold ETFમાં બજાર આધારિત કિંમત અને SGBમાં વ્યાજ સાથે અલગ ટેક્સ નિયમો લાગુ પડે છે. જાણો ત્રણેય વિકલ્પોમાં શું તફાવત છે અને કયા રોકાણકાર માટે કયો વિકલ્પ વધુ યોગ્ય બની શકે.
- Nishat
- Updated on: Sep 7, 2026
- 8:11 am
દર મહિને ₹15,000 કે એકસાથે ₹1 લાખ ? ₹3 કરોડ બનાવવા માટે કયો રસ્તો છે ‘સૌથી બેસ્ટ’?
દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, નિવૃત્તિ સમયે અથવા જીવનના કોઈ એક તબક્કે તેની પાસે કરોડોનું ફંડ હોય. ₹3 કરોડ આજના સમયમાં એક એવી રકમ છે, જે તમને આર્થિક આઝાદી આપી શકે છે. હવે આ લક્ષ્ય સુધી પહોંચવા માટે કયો રસ્તો શ્રેષ્ઠ છે? દર મહિને થોડું રોકાણ કરતી SIP કે પછી એકસાથે મુકાતી Lumpsum રકમ?
- Ravi Prajapati
- Updated on: Sep 4, 2026
- 8:05 pm