દેશને સમર્પિત થયા બાદ સતત પાંચમીવાર છલકાયો સરદાર સરોવર નર્મદા ડેમ

સરદાર સરોવર નર્મદા ડેમ આજે છલકાતા, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કેવડિયા ખાતે એકતાનગર ઝઈને નર્મદા જળપૂજન કર્યું હતું. સરદાર સરોવર ડેમમાં સંગ્રહાયેલા પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના 9 મોટા-મધ્યમ જળાશયો અને 909 તળાવોમાં પહોંચાડવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2024 | 2:41 PM
સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે નર્મદા મૈયાના છલકાતાં નીરના વધામણા આજે મંગળવાર 1 ઓક્ટોબરના રોજ બપોરે વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ પૂજનથી કર્યા હતા.

1 / 6
આ વર્ષે ચોમાસાની ઋતુમાં વરસેલા સારા વરસાદને પગલે, સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 51 દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયો છે અને કુલ 10,012 મીલીયન ઘનમીટર એટલે કે, 8,177 MAF પાણી ઓવરફલોને કારણે આવ્યું છે.

2 / 6
નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6283 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.

3 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યુ હતું.

4 / 6
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળ્યાના માત્ર 17 દિવસમાં જ નર્મદા ડેમનું બાકીનું કામ પૂર્ણ કરવા તથા ગેટ બેસાડવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે પણ ત્વરાએ આ કામગીરી હાથ ધરીને 30 દરવાજાઓની કામગીરી સહિતની બધીજ કામગીરી નિર્ધારીત સમય કરતાં 9 મહિના વહેલી પૂર્ણ કરી દીધી હતી.

5 / 6
ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ 138.68 મીટર એટલે કે, 455 ફુટ પહોંચી છે. ડેમની આ 138.68 મીટર સપાટીએ કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 મીલીયન ઘનમીટર છે. ( ફોટો સૌજન્ય : માહિતી ખાતુ)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">