Khandvi Recipe : ગુજરાતીઓની મનપસંદ ખાંડવી આ રીતે બનાવો, 10 મીનિટમાં થઈ જશે તૈયાર, જુઓ તસવીરો

આપણા દેશમાં અલગ અલગ વિસ્તારોમાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. ગુજરાતમાં પણ અનેક વાનગીઓ ખૂબ જ પ્રખ્યાત હોય છે. તેમાંથી એક ખાંડવીનો પણ સમાવેશ થાય છે. ખાંડવી બનાવવા માટે આ રીતે તૈયાર કરો.

| Updated on: Oct 01, 2024 | 2:42 PM
ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ ખાંડવી છે. ખાંડવીને ઘરે બનાવી ખૂબ જ સરળ છે. ખાંડવી બનાવવા માટે સૌથી પહેલા એક કપ ચણાનો લોટ લો.

1 / 5
ચણાના લોટમાં હળદર, સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાની પેસ્ટ સહિતના મસાલા ચણાના લોટમાં ઉમેરો. તેમાં દહીં અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દો.

2 / 5
હવે આ મિશ્રણને ગળણી દ્વારા ગાળી લો. જેથી તેમાં કોઈ પણ પ્રકારની ગાંઠ રહી ન જાય. ત્યાર બાદ આ મિશ્રણને મધ્યમ આંચ પર ગરમ કરવા મુકો. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહો.

3 / 5
મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેને વાટકી પાછળ લગાવીને ચેક કરી લેવુ કે તે સારી રીતે રોલ થાય છે કે નહીં. જયારે રોલ થાય તેવુ ઘટ્ટ થઈ જાય ત્યારે થાળીની પાછળ તેલ લગાવી એકદમ પાતળુ બેટર પાથરી લો.

4 / 5
હવે થોડુ ઠંડુ થાય ત્યારે તેને સારી રીતે રોલ વાળી દો. ત્યારબાદ વઘાર માટે તેલ લો. તેમાં રાઈ, જીરું, હીંગ , લીલા મરચા અને મીઠા લીમડાના પાન નાખો. આ વઘારને ખાંડવી પર પાથરી તેના પર ખમણેલુ ટોપરુ નાખી સર્વ કરો. ( Image - Freepik )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">