દુનિયાની સૌથી સુંદર અને સૌથી અમીર મહિલા ક્રિકેટર T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવવા તૈયાર

મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. મેદાનમાં 10 દેશની તમામ સ્ટાર ખેલાડીઓ રમશે. કોઈ સૌથી વધુ રન બનાવે છે તો કોઈ સૌથી વધુ વિકેટ લે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ વખતે T20 વર્લ્ડ કપ રમી રહેલી કઈ મહિલા ખેલાડી સૌથી અમીર છે? વિરાટ કોહલી પુરૂષ ક્રિકેટરોમાં સૌથી વધુ કમાણી કરે છે. પરંતુ, સૌથી અમીર મહિલા ક્રિકેટરની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની એલિસા પેરીનું નામ સૌથી ઉપર આવે છે.

| Updated on: Oct 02, 2024 | 6:08 PM
UAEમાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભાગ લઈ રહેલી 34 વર્ષની એલિસા પેરી સૌથી અમીર અને સુંદર ક્રિકેટર છે. એવું નથી કે તે આ T20 વર્લ્ડ કપ પહેલા જ સૌથી અમીર મહિલા ક્રિકેટર બની છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે મહિલા ક્રિકેટરોમાં સૌથી અમીર અને સુંદર છે.

1 / 5
ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર એલિસા પેરીની કુલ નેટવર્થ 14 મિલિયન ડોલર (117 કરોડ રૂપિયા) કરતાં થોડી વધારે છે. અલબત્ત, એલિસા પેરીની 117 કરોડ રૂપિયા સૌથી અમીર પુરૂષ ક્રિકેટર વિરાટ કોહલીની સંપત્તિની સરખામણીમાં કંઈ જ નથી. પરંતુ, એ પણ સાચું છે કે મહિલા ક્રિકેટરોમાં એલિસા પેરીના નામનો ડંકો વાગે છે.

2 / 5
એલિસા પેરીની ગણતરી માત્ર ઓસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી અનુભવી અને શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. એલિસા પેરીને બાળપણથી જ રમતગમતમાં રસ હતો. તે એક સાથે બે રમતો રમી રહી હતી અને એક જ ઉંમરે તેણે ઓસ્ટ્રેલિયા માટે બંને રમતોમાં પ્રવેશ કર્યો હતો.

3 / 5
માત્ર 16 વર્ષની ઉંમરે, એલિસા પેરીએ ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ અને સોકર બંનેમાં ડેબ્યૂ કર્યું હતું. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારી સૌથી યુવા મહિલા ક્રિકેટર બની હતી. તે ઓસ્ટ્રેલિયા માટે ICC અને FIFA વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી બની હતી. વર્ષ 2014માં એલિસા પેરીને ક્રિકેટ અને સોકરમાંથી એક પસંદ કરવાનું હતું અને તેણે ક્રિકેટને પસંદ કર્યું.

4 / 5
એલિસા પેરીએ ઓસ્ટ્રેલિયા માટે 157 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 1956 રન બનાવવા ઉપરાંત 126 વિકેટ લીધી છે. મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયાને એલિસા પેરી પાસેથી ઘણી આશાઓ છે. (All Photo Credit : ICC/ Cricket Australia)

5 / 5
Follow Us:
CM ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Shani Gochar 2024: શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે 5 રાશિને મળશે લાભ

મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો

ખેડાના જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો

અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી

ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને સદસ્ય બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video

થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 વિદ્યાર્થી થયા ભડથુ- Video

રાજકોટ: બેડના અભાવે હોસ્પિટલના પરિસરમાં જ કરી દેવાઈ પ્રસુતાની ડિલિવરી

સી જે ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવાએ કોર્ટમાં માંગી માફી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની રાતોરાત ભરતી મામલે થયો વિવાદ

g clip-path="url(#clip0_868_265)">