IND vs BAN: રોહિત શર્મા કરતા 6 કરોડ ઓછી છે બાંગ્લાદેશના કેપ્ટનની સેલરી, જાણો અન્ય ખેલાડીઓ કેટલી કરે છે કમાણી

હાલમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. આ સિરીઝથી ભારત અને બાંગ્લાદેશ બંને ટીમના ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓને જોરદાર કમાણી થશે. છતાં બંને ટીમના ક્રિકેટરોની કમાણીમાં ખૂબ જ મોટું અંતર રહેશે. કારણકે બંને ટીમના ખેલાડીઓની સેલરીમાં ખૂબ જ મોટું અંતર છે. ભારતીય ખેલડીઓની કમાણીના આંકડા સામે બાંગ્લાદેશી ક્રિકેટર્સની કમાણી વિશે જાણીને ચોંકી જશો.

| Updated on: Oct 01, 2024 | 8:33 PM
એક તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે, જે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે, તો બીજી તરફ બાંગ્લાદેશનું ક્રિકેટ બોર્ડ છે, જે તેમના દેશમાં રાજકીય કટોકટી વચ્ચે સંઘર્ષ કરી રહ્યું છે.

1 / 7
BCCI ખેલાડીઓને કરોડોની સેલરી આપે છે, તો બીજી તરફ BCBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એક કરોડ સેલરી મેળવતો એકપણ ખેલાડી નથી.

2 / 7
BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં રોહિત, વિરાટ, બુમરાહ અને જાડેજાને વાર્ષિક 7 કરોડ સેલરી મળે છે, તો બીજી તરફ BCBના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈન શાંતોને સૌથી વધુ 77 લાખ સેલરી મળે છે.

3 / 7
બાંગ્લાદેશ ટીમમાં સૌથી વધુ સેલરી મામલે બીજા ક્રમે પૂર્વ કેપ્ટન અને સૌથી સિનિયર ખેલાડી શાકિબ અલ હસન છે. શાકિબને વાર્ષિક 67 લાખ રૂપિયા સેલરી મળે છે.

4 / 7
55 લાખ રૂપિયા સેલરી સાથે સિનિયર ખેલાડી મુશ્ફિકુર રહીમ ત્રીજો સૌથી વધુ સેલરી મેળવતો બાંગ્લાદેશી ખેલાડી છે. સૌથી વધુ સેલરી મામલે ચોથા ક્રમે લિટન દાસ છે, જેને 51 લાખ સેલરી મળે છે.

5 / 7
આ સિવાય તસ્કીન અહેમદને 49 લાખ, મેહિદી હસન મિરાઝને 46 લાખ, તૈજુલ ઈસ્લામને 38 લાખ અને મહમુદુલને 34 લાખ સેલરી મળે છે. બાકીના ખેલાડીઓની વાર્ષિક સેલરી 30 લાખ કરતા પણ ઓછી છે.

6 / 7
આ સેલરી સિવાય તેમને અલગ-અલગ ફોર્મેટમાં રમવા માટે કેટલીક રકમ પણ મળે છે, છતાં તે ભારતીય ખેલાડીઓની સેલરી કરતા ખૂબ જ ઓછી છે. ખાસ વાત એ છે કે બાંગ્લાદેશના કેપ્ટનની સેલરી પણ BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સૌથી ઓછી સેલરી મેળવનાર ભારતીય ખેલાડી કરતા પણ ઓછી છે. (All Phot Credit: Bangladesh Cricket Board)

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">