Income Tax Rules : ઘરમાં કેટલી રોકડ રાખી શકાય ? ‘ઇન્કમ ટેક્સ’નો આ નિયમ જાણી લેજો નહીં તો ‘દરોડો’ પડશે અને…..
ભારતમાં ઘણા લોકો હજુ પણ ઘરે રોકડ રાખવામાં વિશ્વાસ રાખે છે. એવામાં ઘરમાં કેટલી રોકડ રાખવાની કાયદેસર મંજૂરી છે? શું આની કોઈ મર્યાદા છે? શું વધારે રોકડ હોય તો તે ગુનો ગણાય?

હાલના સમયમાં ખરીદીથી લઈને બિલ પેમેન્ટ સુધી અને ટ્રાન્સફરથી લઈને ટેક્સ પેમેન્ટ સુધી બધું જ ડિજિટલ થઈ રહ્યું છે. જો કે, ભારતમાં હજુ પણ ઘણા લોકો રોકડ વ્યવહારને પ્રાથમિકતા આપે છે. એવામાં ચાલો જાણીએ કે, ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકાય....

હવે વાત એ છે કે, ભારતમાં ઘરમાં રોકડ રાખવા પર કોઈ કાનૂની મર્યાદા નથી. તમે ₹10,000 રાખો કે ₹10 લાખ, જો રૂપિયા કાયદેસર અને કોઈ યોગ્ય આવક સાથે જોડાયેલા હોય, તો સમસ્યા આવતી નથી.

ઇન્કમ ટેક્સ વિભાગ ફક્ત એ જ જુએ છે કે, તમે રૂપિયાનો સ્ત્રોત સાબિત કરી શકો છો કે નહીં. જો તમે દર્શાવી શકો કે, આ ઇન્કમ તમારી નોકરી, વ્યવસાય, મિલકત વેચાણ, ગિફ્ટ અથવા બીજા કોઈપણ કાયદેસર વ્યવહારમાંથી આવેલ છે, તો તમે ગમે તેટલી રોકડ ઘરમાં રાખી શકો છો. આને લઈને કોઈ પ્રતિબંધ નથી.

જો ઇન્કમ ટેક્સ વિભાગ તમારા ઘરે દરોડો પાડે છે અને મોટી માત્રામાં રોકડ રકમ મળી આવે છે પરંતુ તમે એ રોકડ ક્યાંથી આવી, તેનો પુરાવો આપી ન શક્યા તો એ રકમ બિનહિસાબી આવક (Unaccounted Money) ગણાશે.

આવા કેસમાં ઇન્કમ ટેક્સ વિભાગ તમારી સામે કાર્યવાહી કરી શકે છે, દંડ લાદી શકે છે અથવા તો ટેક્સ વસૂલાત (Tax Recovery) શરૂ કરી શકે છે. આનો અર્થ એ છે કે, તમારી પાસે રોકડનો કોઈ "સ્ત્રોત" નથી.

જો તમે તમારી પાસે રહેલ રોકડનો હિસાબ મેળવવા માંગતા હોવ, તો તમારે ચોક્કસ દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે. ઉદાહરણ તરીકે, તમારી સેલેરી સ્લિપ અથવા બેંક સ્ટેટમેન્ટ, જો તમે વ્યવસાયમાં છો, તો બિઝનેસ ઇન્કમ સંબંધિત બિલ અથવા રસીદ, જો રોકડ મિલકતના સોદામાંથી આવી હોય, તો તે સંબંધિત દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે.

જો રૂપિયા ગિફ્ટ તરીકે મળ્યા હોય, તો 'ગિફ્ટ ડીડ' રજૂ કરવો પડે છે. વધુમાં, ટેક્સ રિટર્નમાં જાહેર કરાયેલ આવકના પુરાવા પણ તમારા રોકડના સ્ત્રોતને કાયદેસર બનાવવામાં મદદ કરે છે. જો વિભાગને શંકા હોય કે, આ રોકડ 'બ્લેક મની' છે, તો 70% થી 137% સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. વધુમાં, જો મની લોન્ડરિંગની શંકા હોય, તો 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) હેઠળ કેસ નોંધી શકાય છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
