Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં વરસાદ બન્યો આફત ! ડૂબી ગાડીયો, ટ્રેનના રુટ પણ બદલાયા, બચાવ કામગીરી શરુ, જુઓ-તસવીરો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આજે ભારે વરસાદ પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. મુંબઈ તેમજ મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગીરી જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

| Updated on: Jul 08, 2024 | 10:57 AM
હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દરરોજ ભારે વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે મુબંઈ નગરી સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહી છે. રસ્તાઓથી લઈને રેલ્વે ટ્રેક સુધી બધે જ પાણી છે. જેના કારણે રસ્તા પરના વાહનો માંડ માંડ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકતા હોય છે. રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા છે.

1 / 6
મુબંઈમાં એટલા હદ સુધી પાણી ભરાયા છે કે જેના કારણે જન જીવન ખોરવાય ગયુ છે. ટ્રેનોના રુટ પણ ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. ફ્લાઇટ્સને પણ એરપોર્ટ પર ઉતરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે એટલે કે આજે પણ ભારે વરસાદ પડી શકે છે. બદ્રામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડશે.

2 / 6
રેલવે સ્ટેશન ઉપરાંત રસ્તાઓની હાલત પણ ખરાબ છે. અનેક ફૂટ ઉંચા સુધી પાણી ભરાઈ ગયા છે. જ્યાં દરરોજ વાહનોની અવરજવર રહેતી હોય તેવા માર્ગો પર પાણી ભરાવાના કારણે હવે વાહનો ધીમી ગતિએ દોડતા જોવા મળે છે. લાંબા ટ્રાફિક જામ જેવી સમસ્યા પણ જોવા મળી રહી છે.

3 / 6
વિદ્યાર્થીઓને અસુવિધા ટાળવા માટે, મુંબઈ (BMC વિસ્તાર)ની તમામ BMC, સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર માટે રજા જાહેર કરવામાં આવી છે. NDRFએ થાણેના શાહપુરમાં પાણીમાં ફસાયેલા 49 લોકોને બચાવ્યા. થાણેમાં ગઈકાલથી NDRF દ્વારા કુલ 49 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

4 / 6
રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેથી કોઈ અપ્રિય ઘટનાને ટાળી શકાય.

5 / 6
હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ યથાવત રહેશે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં 8મીથી 10મી જુલાઈ દરમિયાન મુશળધાર વરસાદની શક્યતા છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

6 / 6
Follow Us:
ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ !

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો

અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video

વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ

માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">