Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક વિટામિન જરુરી છે. વિટામિન ડી હાડકાં અને દાંતને મજબૂત રાખવા માટે ખૂબ જ જરુરી છે. વિટામિન ડીની ઉણપના કારણે પણ કેટલીક બિમારીઓ થતી હોય છે. શરીરમાં કોઈ પણ વિટામિનની ઉણપ હોય તો તેના લક્ષણો દેખાય છે. ચાલો જાણીએ કે વિટામિન ડીની ઉણપને કારણે કયા લક્ષણો જોવા મળે છે.

| Updated on: Jul 05, 2024 | 9:26 AM
વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ ખૂબ જ થાક લાગે છે. આ પરિસ્થિતમાં વિટામિન ડીથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી લાભ મળે છે.

1 / 5
વિટામિન ડીના ઉણપના પગલે હાડકા અને સ્નાયુમાં દુખાવો થાય છે.શરીરમાં કેલ્શિયમના શોષણ માટે વિટામિન ડીની આવશ્યકતા પડે છે. શરીરમાં વિટામિન ડીની ઉણપના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળતું નથી. જેના પગલે કેટલીકવાર પીઠ અથવા સ્નાયુઓમાં દુખાવો થાય છે.

2 / 5
વિટામિન ડીના અભાવના કારણે તમે દુ:ખી અને હતાશ રહો છે. આ ખાસ કરીને મહિલાઓમાં વધારે સમસ્યા હોય છે. જેના કારણે તેઓ વારંવાર તણાવ અનુભવે છે. તમે સૂર્યપ્રકાશ લો છો તો તે તમારા મગજમાં સેરોટોનિન હોર્મોન ઉત્પન્ન થાય છે. જે તમને ખુશ રાખે છે.

3 / 5
વિટામિન ડી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. તે તમને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે. જો તમને શરદી, ઉધરસ વારંવાર થતુ હોય તો વિટામિન ડીની ઉણપ હોય શકે છે.

4 / 5
આ ઉપરાંત ઘણીવાર વિટામિન ડીના અભાવના કારણે વાળ ખરવાની પણ સમસ્યા થાય છે.( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)  Pic - Freepik

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">