National Cancer Awareness Day 2024 : કોઈને પણ થઈ શકે છે કેન્સર, ડોક્ટરોએ આ ત્રણ કારણોને જવાબદાર ગણ્યા

National Cancer Awareness Day : હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આપણી દિનચર્યા અને ખાવા-પીવાની આદતોમાં ઘણી ખોટી આદતો હોય છે જે કેન્સરનું જોખમ વધારી રહી છે. જો દરેકને આ અંગે જાગૃત કરવામાં આવે તો કેન્સરથી બચવું સરળ બની શકે છે. ચાલો જાણીએ કેન્સર માટે કયા કારણો જવાબદાર ગણાય છે?

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2024 | 12:33 PM
Cancer Awareness Day : કેન્સર વિશ્વભરમાં ઝડપથી વધી રહેલી સમસ્યા છે. દર વર્ષે લાખો લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. આમાંના ઘણા કેન્સર રોકી શકાય તેવા છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ માટે નાની ઉંમરથી જ સતત પ્રયત્નોની જરૂર છે. જેમના પરિવારમાં પહેલાથી જ કેન્સર છે એવા લોકોએ વધુ સજાગ રહેવું જોઈએ. ભારત દર વર્ષે 7 નવેમ્બરના રોજ કેન્સરનું નિવારણ, વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરે છે. તેની શરૂઆત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 2014 માં કરવામાં આવી હતી.

1 / 7
National Cancer Awareness Day : હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આપણી દિનચર્યા અને ખાવા-પીવાની આદતોમાં ઘણી ખોટી આદતો હોય છે જે કેન્સરનું જોખમ વધારી રહી છે. જો દરેકને આ અંગે જાગૃત કરવામાં આવે તો કેન્સરથી બચવું સરળ બની શકે છે. ચાલો જાણીએ કેન્સર માટે કયા કારણો જવાબદાર ગણાય છે?

National Cancer Awareness Day : હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે, આપણી દિનચર્યા અને ખાવા-પીવાની આદતોમાં ઘણી ખોટી આદતો હોય છે જે કેન્સરનું જોખમ વધારી રહી છે. જો દરેકને આ અંગે જાગૃત કરવામાં આવે તો કેન્સરથી બચવું સરળ બની શકે છે. ચાલો જાણીએ કેન્સર માટે કયા કારણો જવાબદાર ગણાય છે?

2 / 7
કેન્સરનું જોખમ : કેન્સર નિષ્ણાતો કહે છે કે જો આપણે આપણી લાઈફસ્ટાઈલને સુધારી લઈએ તો પણ કેન્સરનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે વધતી ઉંમર સાથે કેન્સરનું જોખમ વધે છે. જો કે નાના બાળકો પણ તેનો શિકાર બની શકે છે. આ સિવાય લાઈફસ્ટાઈલના પરિબળો જેમ કે ધૂમ્રપાન, વધારે વજન, આહારમાં ગડબડ, શારીરિક નિષ્ક્રિયતા એટલે કે બેઠાડું જીવન પણ જોખમ વધારી શકે છે.

3 / 7
તમાકુ અને દારૂનું સેવન : ધૂમ્રપાનને કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવે છે અને તે ફેફસાના કેન્સરના 80-90% મૃત્યુ માટે જવાબદાર છે. તમાકુના ધુમાડામાં કાર્સિનોજેન્સ હોય છે જે કોશિકાઓમાં ડીએનએને નુકસાન પહોંચાડે છે, જેના કારણે પરિવર્તન થાય છે અને કોષોની અનિયંત્રિત વૃદ્ધિ થાય છે. આલ્કોહોલનું વધુ પડતું અથવા નિયમિત સેવન લીવર, અન્નનળી અને કોલોરેક્ટલ કેન્સર સહિત અમુક પ્રકારના કેન્સર થવાનું જોખમ વધારે છે.

4 / 7
આહારમાં ગડબડ : અમુક પ્રકારના આહાર પણ કેન્સરનું જોખમ વધારે હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને લાલ અને પ્રોસેસ્ડ મીટ ખાવાથી કોલોરેક્ટલ કેન્સરનું જોખમ વધી શકે છે. આ માંસમાં નાઈટ્રેટ્સ અને નાઈટ્રાઈટ્સ જેવા કાર્સિનોજેનિક સંયોજનો હોય છે, જે આંતરડાના સ્તરને નુકસાન પહોંચાડે છે. કેટલાક અભ્યાસોએ વધારે ચરબીવાળો ખોરાક હાનિકારક હોવાનું પણ દર્શાવ્યું છે. જે કેન્સર સહિત ઘણા રોગોને પ્રોત્સાહન આપી શકે છે.

5 / 7
બેઠાડું જીવન : શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે કસરત કરવી સૌથી જરૂરી છે. જે લોકો વ્યાયામ કરતા નથી અથવા શારીરિક રીતે નિષ્ક્રિય રહે છે. તેઓમાં કેન્સરનું જોખમ પણ વધતું જોવા મળે છે. શારીરિક નિષ્ક્રિયતા વજનમાં વધારો કરી શકે છે. અધ્યયનોએ વધારે વજન અથવા સ્થૂળતાને કેન્સરના જોખમ સાથે જોડ્યું છે.

6 / 7
(Disclaimer : આ લેખ તબીબી અહેવાલોમાંથી એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સંબંધિત લેખ વાચકની માહિતી અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. TV 9 ગુજરાતી લેખમાં આપવામાં આવેલી માહિતી અંગે કોઈ દાવા કરતું નથી કે કોઈ જવાબદારી લેતું નથી. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ સંબંધિત રોગ વિશે વધુ વિગતો માટે તમારા ડૉક્ટરની સલાહ લો.)

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">