ગીર સોમનાથ અને પોરબંદરમાં જેતપુરના ડાઈંગ ઉદ્યોગનું પાણી છોડવાનો ઉગ્ર વિરોધ, માછીમારોએ યોજી મહારેલી તો ખારવા સમાજે પાળ્યો સજ્જડ બંધ – Video

જેતપુરના ડાઇંગ ઉદ્યોગોનું પ્રોસેસ કરેલું પાણી પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢના માછીમારો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટથી દરિયાઈ જીવનને નુકસાન થવાની ભીતિ છે અને માછીમારોની આજીવિકા પર ગંભીર અસર પડશે. જેના વિરોધમાં વિવિધ સ્થળોએ મહારેલીઓ અને બંધ પાળીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, અને સરકારને યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે.

Follow Us:
| Updated on: Dec 26, 2024 | 8:37 PM

જેતપુરનાં ડાઇંગ ઉદ્યોગનાં પાણીને પ્રોસેસ કર્યા બાદ પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો સૌરાષ્ટ્રનાં અન્ય જિલ્લામાં પણ વિરોધ થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જેતપુરથી પોરબંદર ના ઘેડ પંથકના ગામો માંથી 110 કિમિ લાંબી પાઈપલાઈન નાખવામાં આવશે. જો કે આ પાણીથી દરિયાઇ સૃષ્ટિને નુકસાનની આશંકા છે જે કારણે માછીમારો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં માછીમારોએ મહારેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું. આ તરફ પોરબંદર વાસીઓએ સ્વયંભૂ બંધ પાળીને સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. જુનાગઢનાં માંગરોળ અને ચોરવાડના માછીમારોએ જુનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને યોગ્ય નિર્ણય લેવા માગ કરી. માછીમારોનો દાવો છે કે હાલ દરિયામાં માછીમારી કરવા દૂર સુધી જવું પડે છે. માછીમારો કોરોનાકાળ પછી કપરી સ્થિતિમાં છે ત્યારે આ પ્રોજેક્ટ શરૂ થતાં માછીમારો માટે સ્થિતિ વધુ આકરી બને તેવી સંભાવના છે.

3.5 લાખ માછીમારોની રોજી છીનવાઈ જવાની વ્યક્ત કરી ભીતિ

ગીર સોમનાથમાં રોષે ભરાયેલા માછીમારોએ મહા રેલી યોજી કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ. જેમા હાલ પણ માછલીઓ માટે માછીમારોને દરિયામાં દૂર જવુ પડતુ હોવાની રજૂઆત કરવામાં આવી છે. જો ડાઈંગ ઉદ્યોગનું પાણી પ્રોસેસ કરીને પણ દરિયામાં ઠલવાશે તો દરિયાઈ જીવને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે.

SAVE PORBANDAR SEA અભિયાનને મળ્યુ વેપારીઓ અને સામાજિક સંસ્થાનું સમર્થન

આ તરફ પોરબંદરમાં પણ ખારવા સમાજે સ્વયંભુ બંધ પાળી ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આ બંધને વેપારીઓ અને સામાજિક સંસ્થાઓએ પણ ટેકો જાહેર કર્યો. પ્રોસેસ કરેલુ પાણી દરિયામાં ન છોડવાની વ્યાપક માગ કરવામાં આવી છે. છેલ્લા અનેક મહિનાઓથી દિવસથી SAVE PORBANDAR SEA અભિયાન ચાલી રહ્યુ છે. જો 15 જાન્યુઆરી સુધીમાં સરકાર કોઈ નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ખારવા સમાજે ચીમકી ઉચ્ચારી છે.

Video : કથાકાર જયા કિશોરીએ જીવનસાથી પસંદગી દરમ્યાન થતી ભૂલ અંગે કહી મોટી વાત
શુભમન ગિલને ટીમમાંથી હટાવવાનું શું છે કારણ?
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
શરદી-ઉધરસથી રાહત મેળવવા દેવરાહા બાબાનો ઉપાય, જુઓ Video
ફારસી શબ્દ છે અનાર, હિંદી નામ સાંભળશો તો વિશ્વાસ નહીં આવે
શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે આ લાડુ, જાણો ફાયદા

દૂષિત પાણીને કારણે કોઈ માછલી નહીં ખરીદે

આ તરફ જુનાગઢ જેતપુરનું પ્રદૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. માંગરોળ અને ચોરવાડના માછીમારોએ કલેક્ટરને રજૂઆત કરી. જેમા ભાજપના અગ્રણીઓ પણ જોડાયા હતા. માછીમારોની રજૂઆત છે કે જો ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડાશે તો દૂષિત પાણીના કારણે કોઈ માછલી નહીં ખરીદે. આથી 3.5 લાખ માછીમારોની રોજીરોટી છીનવાઈ જશે. જો સરકાર યોગ્ય નિર્ણય નહીં કરે તો જલદ આંદોલન કરવાની ચીમકી જુનાગઢના માછીમારોએ ઉચ્ચારી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની 23.15 કરોડની અપ્રમાણસર મિલકતને ટાંચમાં લેવાશે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ગુજરાતમાં ભારે માવઠાની ચેતવણી, 50 કિમીની ઝડપે ફુંકાશે પવન,72 કલાક ભારે
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
ડાઈંગ ઉદ્યોગનું પાણી દરિયામાં છોડવાના સામે માછીમારો આકરા પાણીએ
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની રચના
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
દારૂકાંડ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
રાજકોટમાં અગ્નિકાંડ બાદ 7 મહિનામાં ધડાધડ 18 અધિકારીઓના પડ્યા રાજીનામા
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ડીંગુચા કેસમાં EDને હાથ લાગી મહત્વની કડી
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
ઝઘડિયા ભાજપ પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
અમદાવાદ પોલીસે 77 ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોને આપી ચેતવણી
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
Banaskantha : પાલનપુરમાં ગીઝર ગેસના કારણે 13 વર્ષીય કિશોરીનું મોત
g clip-path="url(#clip0_868_265)">