અમદાવાદના પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસમાં SITની કરાઈ રચના, રેરાની મંજૂરી લીધા વગર સ્કીમ મુકી લોકો પાસેથી ખંખેર્યા કરોડો રૂપિયા- Video
અમદાવાદમાં પ્રિવીલોન બિલ્ડકોન નામના બિલ્ડર સામે 35 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 183થી વધુ ફરિયાદો નોંધાયા બાદ આ કેસમાં SIT ની રચના કરવામાં આવી છે. જેમા બે DySP અને બે PI સામેલ છે. આ કેસમાં આરોપી જયદીપ કોટક 14 દિવસના રિમાન્ડ પર છે જ્યારે હિરેન કારિયાની શોધખોળ ચાલુ છે.
અમદાવાદમાં પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર છેતરપિંડી કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. SITમાં 2 DYSP અને 2 PIનો સમાવેશ કરાયો છે. પ્રિવીલોન બિલ્ડકોન બિલ્ડર સામે 183 અરજી આવી છે. અત્યાર સુધીમાં છેતરપિંડીનો આંકડો ₹35 કરોડ પર પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં મકાનના પ્રોજેક્ટની જાહેરાત કરીને આરોપીએ રૂપિયા ખંખેરી લીધા હતા. પરંતુ જમીન પર કોઈ પ્રોજેક્ટના એંધાણ હતા નહીં. નાણાં રોકનાર લોકો જ્યારે બિલ્ડરને આ અંગે પૂછતા ત્યારે તેઓ બહાના બનાવતા હતા. બિલ્ડરે રેરાની મંજૂરી વગર સ્કિમ મુકી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેર્યા હતા. આખરે પોલીસ ફરિયાદ થતા સમગ્ર કેસ સામે આવ્યો હતો. આ કેસમાં આરોપી જયદીપ કોટક અને હિરેન કારિયા સામે ફરિયાદ દાખલ થઈ છે. જેમાં જયદીપ કોટક 14 દિવસના રિમાન્ડ પર છે. જ્યારે બીજો આરોપી હિરેન કારિયાની શોધખોળ ચાલુ છે.
ઘરના ઘરની લાલચે લોકો સાથે છેતરપિંડી આરોપી જયદીપ કોટક તો જેલના સળિયા પાછળ ધકેલાયો છે. જ્યારે બીજો આરોપી હિરેન કારિયાની શોધખોળ ચાલું છે. ગ્રુપના ભાગીદાર અને આરોપી હિરેન કારિયાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એ લોકોને ખાતરી આપી રહ્યો છે કે તેના હસ્તક જેટલા બુકિંગ થયા છે. એ લોકોને રૂપિયા પરત આપશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો