જીવનસાથી પસંદગી દરમ્યાન લોકો કરે છે આ ભૂલ

26 ડિસેમ્બર, 2024

ઘણી વખત જ્યારે આપણે આપણા જીવનસાથીને પસંદ કરવાની વાત કરીએ છીએ, ત્યારે વ્યક્તિ વિચારે છે કે હું જેવો છું તેવો જ સામે વાળા મને સ્વીકારે

પરંતુ તમે તેને જાતે પોતાના પર એપ્લાય કરશો નહીં.

તમે તમારી સામેની વ્યક્તિમાં ઘણી બધી સારી વસ્તુઓ ઇચ્છો છો.

તમે ચોક્કસ એવું વિચારતા હશો કે આ અથવા અન્ય ગુણ તેનામાં નિશ્ચિત પણે હોવા જોઈએ.

ત્યારે જયા કિશોરીએ જણાવ્યું કે, તમારે આ વિચારને બદલવાની જરૂર છે.

કારણ કે, જ્યારે તમારી વાત આવે છે, ત્યારે તમે પોતાને બદલી શકતા નથી. આ કેવી રીતે કામ કરી શકે છે? 

કયા તો તમે બીજી વ્યક્તિ પાસેથી એવી જ અપેક્ષા રાખો, અથવા તમે પણ સામે વાળો વ્યક્તિ કહે તેમ કરો.

એટલે જયા કિશોરીનું કહેવું છે કે, તમારે સામે વાળાને કઈ કહેવા પહેલા પોતાને બદલવાનો પ્રયાસ કરવો.