Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaipur Literature Festival : જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2025ની શાનદાર શરુઆત થઈ, જુઓ ફોટો

પાંચ દિવસીય જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2025 ગુરુવાર એટલે કે 30 જાન્યુઆરીથી શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન સાહિત્ય, રાજકારણ, વિજ્ઞાન અને કલા ક્ષેત્રની પ્રખ્યાત હસ્તીઓ અહીં ભાગ લઈ રહ્યા છે. TV9 નેટવર્કને આ કાર્યક્રમના મીડિયા પાર્ટનર બનવાનું સન્માન મળ્યું છે.

| Updated on: Jan 31, 2025 | 3:26 PM
ગુલાબી નગરીમાં વિશ્વભરમાં ઓળખ મેળવનાર જયપુર લિટરેચર ફેસ્ટિવલ શરૂ થઈ ચૂક્યો છે. યુરોપિયન યુનિયન (EU) 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ સહયોગ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સાંસ્કૃતિક અને સાહિત્યિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.

1 / 6
આ પાટનરશીપ  જયપુર લિટરેચર ફેસ્ટિવલ યુરોપની સમૃદ્ધ સાહિત્યિક પરંપરા, ભાષાકીય વિવિધતા અને સાંસ્કૃતિક વિશિષ્ટતાનું પ્રદર્શન કરશે. આ મહોત્સવ સાહિત્ય, રાજકારણ, વિજ્ઞાન અને કલાના દિગ્ગજોને એક મંચ પર લાવે છે.

2 / 6
જયપુર લિટરેચર ફેસ્ટિવલ 30 જાન્યુઆરીથી 3  ફેબ્રુઆરી સુધી ચાલશે. દેશ અને દુનિયાના જાણીતા લેખકો અને નેતાઓ તેમાં ભાગ લેશે. આ વખતે જયપુર લિટરેચર ફેસ્ટિવલ માં ફિલ્મ અભિનેત્રી હુમા કુરેશીનો કાર્યક્રમ હશે.

3 / 6
માલિની અવસ્થી, શશી થરૂર, ગીતાંજલિ શ્રી, પ્રમોદ કપૂર, જાવેદ અખ્તર, કૈલાશ સત્યાર્થી, સુધા મૂર્તિ, મોહિન્દ્ર અમરનાથ, દીપા મલિક, કૈલાશ ખેર, એન્જેલા પેન જેવી ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓ તેમાં સામેલ થશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પણ ભાગ લે છે. જેના માટે યોગ્ય ફી નક્કી કરવામાં આવી છે.

4 / 6
 જેએલએફમાં હાજર સુધા મૂર્તિએ તેમના નવા પુસ્તકના વિમોચન પ્રસંગે એક વાર્તાલાપ દરમિયાન કહ્યું.  "જ્યારે તમારામાં કંઈક નવું શીખવાની ઈચ્છા અને જિજ્ઞાસા હોય છે, ત્યારે તે બાળપણ હોય છે,"સુધા મૂર્તિએ કહ્યું કે આજના દાદા-દાદી ટીવી સિરિયલોમાં વ્યસ્ત છે, જ્યારે કૌટુંબિક મૂલ્યોને સમજવું અને તેના પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

5 / 6
જયપુર લિટરેચર ફેસ્ટિવલ 2025 ના બીજા દિવસે સાહિત્ય મહાકુંભમાં ભાગ લેવા માટે બ્રિટનના ભૂતપૂર્વ પીએમ ઋષિ સુનક બ્રિટનથી રાજસ્થાન પહોંચ્યા છે. અહીં તે પાંચ દિવસના ઉત્સવનો ભાગ બનશે. તમને જણાવી દઈએ કે,TV9 નેટવર્કને આ કાર્યક્રમના મીડિયા પાર્ટનર બનવાનું સન્માન મળ્યું છે.

6 / 6

રાજસ્થાનનુ પાટનગર જયપુર છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભજનલાલ શર્મા રાજ્યના મુખ્યમંત્રી છે. રાજસ્થાનના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">