ગુજરાતના આ શહેરના પેંડા એકવાર ખાશો તો ક્યારેય નહીં ભૂલો સ્વાદ, પીએમ મોદી પણ કરી ચુક્યા છે વખાણ- જુઓ તસવીરો

ગુજરાતમાં ખાવાપીવાની ચીજોમાં અનેક પ્રકારના ટેસ્ટ તેમજ વેરાયટી જોવા મળે છે, અહીં દરેક શહેરની કોઈને કોઈ વાનગી પ્રખ્યાત છે. ગાંઠિયાનું નામ પડે તો ભાવનગરી ગાંઠિયા યાદ આવે, તો પેંડા માટે પણ ભાવનગર જિલ્લાનું આ શહેર ઘણુ ફેમસ છે. આ શહેરના પેંડાના વખાણ તો ખુદ પીએમ મોદી પણ કરી ચુક્યા છે.

| Updated on: Apr 11, 2024 | 6:39 PM
જેમ ગુજરાતભરમાં ભાવનગરી ગાંઠિયા ફેમસ છે, તેમ ભાવનગર જિલ્લામાં આવેલા શિહોરના પેંડા પણ એટલા જ ફેમસ છે. અહીં બનતા પેંડાની ઘણી માગ રહે છે.

1 / 5
અહીંના રજવાડી પેંડાની બહુ માગ રહે છે. આ પેંડાની ખાસિયત એ છે કે એમા કોઈપણ પ્રકારની ભેળસેળ કરવામાં આવતી નથી.

2 / 5
અહીંના થાબડી પેંડા, કેસર રજવાડી કણીવાળા પેંડા, સફેદ રજવાડી કણીવાળા પેંડા સહિત અનેક પ્રકારની પેંડાની વેરાયટી અહીં મળી રહે છે.

3 / 5
શિહોરના આ પેંડા ગુજરાત બહાર પણ ફેમસ છે અને બહારના રાજ્યોમાંથી આવતા લોકો પણ અહીં પેંડાની ખરીદી માટે આવે છે. આ પેંડાના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચુક્યા છે. કોઈ એકવાર આ પેંડાનો સ્વાદ ચાખી લે તો તેને દાઢે વળગ્યા વિના રહેતા નથી અને અવારનવાર ખરીદી કરવા આવે છે.

4 / 5
આ પેંડા ગાય અને ભેસના દૂધમાંથી બનાવવામાં આવે છે. કણીવાળા પેંડા માટે દૂધને લાંબા સમય સુધી ખૂબ ઉકાળવામાં આવે છેં. અહીં 350 રૂપિયા કિલોથી લઈને 800 રૂપિયાના કિલો પેંડા મળી રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">