Breaking News : દિવાળીના દિવસે પણ ભારતીય શેરબજાર ખુલ્લું રહેશે, તેના પછીના દિવસે થશે ‘લક્ષ્મી પૂજન ટ્રેડિંગ’
ગયા વર્ષની દિવાળીમાં ભારતીય શેરબજાર મજબૂત રીતે બંધ થયું હતું. તે દિવસે રોકાણકારોએ સારું એવું પ્રોફિટ બૂક કર્યું હતું. એવામાં, આવતીકાલે દિવાળીના દિવસે રોકાણકારોને સારું રિટર્ન મળશે તેવી સંભાવના છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ NSE અને BSE દિવાળીના તહેવાર પર મુહૂર્ત ટ્રેડિંગ કરશે. દિવાળીના દિવસે શેરબજાર એક કલાક માટે ખુલે છે. જણાવી દઈએ કે, આ વર્ષે દિવાળી 21 ઓક્ટોબરે આવે છે.

સ્ટોક એક્સચેન્જ NSE અને BSE દિવાળીના દિવસે (મંગળવાર, 21 ઓક્ટોબર) મુહૂર્ત ટ્રેડિંગનું સત્ર યોજાશે. આ મુહૂર્ત ટ્રેડિંગ દિવાળીના તહેવાર અને હિન્દુ કેલેન્ડરના નવા હિસાબી વર્ષ સંવત 2082 ની શરૂઆતનું પ્રતીક હશે.

ખાસ વાત એ છે કે, 20 ઓક્ટોબરના રોજ એટલે કે આવતીકાલે દિવાળી છે અને તે દિવસે રોકાણકારો મન મૂકીને 'ટ્રેડિંગ' કરી શકશે. જો કે, ટ્રેડિંગનો સમય રાબેતા મુજબ (9:15 AM - 3:30 PM) જ રહેવાનો છે. નોંધનીય છે કે, લક્ષ્મી પૂજન મુંબઈમાં 21 ઓક્ટોબરના રોજ થશે.

મુહૂર્ત ટ્રેડિંગ સેશન પર બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી કાર્યરત રહેશે. દિવાળી નિમિત્તે ઇક્વિટી સેગમેન્ટ માટે મુહૂર્ત ટ્રેડિંગનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રી-ઓપન સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી ચાલશે, જ્યારે સામાન્ય બજારનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી રહેશે.

કરન્સી ડેરિવેટિવ્ઝ માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધીનો રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધીનો રહેશે. આવી જ રીતે, ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધી રહેશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
