દિવાળી 2023: રંગબેરંગી રોશનીથી સજી ઉઠ્યુ અક્ષરધામ મંદિર, જુઓ સુંદર તસ્વીરો

સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને તહેવારના સંરક્ષણ માટે ઓળખાય છે. દરેક વિશેષ અવસરે મંદિરમાં ભવ્યતાથી ઉજવણી કરવામાં આવે છે. આ વખતે દિવાળીમાં મંદિર પરિસરમાં રંગબેરંગી રોશની નજર આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2023 | 9:12 PM
રાજધાની દિલ્હીમાં વિશ્વ પ્રસિદ્ધ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાં દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ભક્તોમાં પણ તહેવારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યુ છે.

1 / 5
સ્વામીનારાયણ અક્ષરધામ એવુ મંદિર છે, જ્યાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની ભીડ જોવા મળે છે. માત્ર દેશના લોકો જ નહીં પણ વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે અને ભગવાન સ્વામીનારાયણના દર્શન કરે છે.

2 / 5
દુનિયાભરમાંથી ઘણા શ્રદ્ઘાળુઓ ગોવત્સ દ્વાદશી, ધન ત્રયોદશી, હનુમાન ચતુર્દશી, દિવાળી, ગોવર્ધન પૂજા, અન્નકૂટ, ભાઈ બીજ અને લાભપંચમી જેવા તહેવારમાં અહીં આવે છે અને ભક્તિમય માહોલમાં સામેલ થાય છે.

3 / 5
આ વર્ષે અક્ષરધામ મંદિરમાં ભક્તો દ્વારા ભગવાનને કુલ 1221 શુદ્ધ શાકાહારી સાત્વિક વ્યંજનોના ભોગ લગાવવામાં આવશે. આ સિવાય પારંપરિક અનુષ્ઠાન જેમ કે લક્ષ્મીપૂજા, શરદ પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા હિન્દુ રીત-રીવાજો મુજબ કરવામાં આવે છે.

4 / 5
ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થાએ તાજેત્તરમાં જ અમેરિકાના રોબિન્સવિલેમાં આધુનિક દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિરનું નિર્માણ કર્યુ છે. આ સિવાય આગામી વર્ષની શરૂઆતમાં અબૂધાબીમાં એક ભવ્ય મંદિર સ્થાપિત કરવામાં આવશે, જ્યાં દિવાળીનો તહેવાર ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">