Ranji Trophy : 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી બિહારની રણજી ટીમનો બન્યો વાઈસ કેપ્ટન
IPLમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી પ્રસિદ્ધિ મેળવનાર14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને બિહાર રણજી ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વૈભવ બિહાર રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો વાઈસ કેપ્ટન બનશે. રવિવારે પ્રથમ બે મેચ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં ઓલરાઉન્ડર શાકિબુલ ગનીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ભારતની અંડર 19 ટીમને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં જીતાવ્યા બાદ વૈભવ સૂર્યવંશી હવે પોતાના રાજ્ય બિહર માટે રમતો જોવા મળશે. વૈભવ સૂર્યવંશીને બિહારની રણજી ટીમમાં માત્ર સામેલ કરવામાં આવ્યો નથી પરંતુ એક મોટી જવાબદારી પણ આપવામાં આવી છે.

તેમને બિહારની રણજી ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વૈભવ સૂર્યવંશીને બિહારની ટીમમાં આટલી મોટી જવાબદારી 100 રન બનાવ્યા બાદ મળી છે. તેમજ ત્રેવડી સદી ફટકાવનાર ખેલાડી સાકીબુલ ગનીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

વૈભવ સૂર્યવંશીને પહેલી વાર બિહારની રણજી ટીમના વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હવે તે બિહાર માટે વાઈસ કેપ્ટન તરીકે છઠ્ઠી ફર્સ્ટ-ક્લાસ મેચ રમશે. સકીબુલ ગનીએ વર્ષ 2022માં બિહાર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતુ. તેમણે ડેબ્યુ મેચમાં જ ત્રેવડી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો હતો.

રણજી ટ્રોફીમાં બિહાર પોતાના અભિયાનની શરુઆત 15 ઓક્ટોબરના રોજથી કરશે. તેની પહેલી મેચ અરુણાચલ પ્રદેશ સામે રમાશે. પટનાના મોઈન ઉલ-હક સ્ટેડિયમમાં રમાશે.

આ સિવાય બીજી મેચ માટે તેને નડિયાડ રવાના થવું પડશે.જ્યાં 25 ઓક્ટોબરના રોજ તેમણે મણિપુરની ટીમ સામે રમવું પડશે. આ બંન્ને મેચ પ્લેટ ગ્રુપમાં રમાશે.

બિહારની રણજી ટ્રોફી ટીમની વાત કરીએ તો. પીયુષ કુમાર સિંહ,ભાષ્કર દુબે, સકીબુલ ગની કેપ્ટન, વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન, અર્ણવ કિશોર, આયુષ લોહારુકા, બિપિન સૌરભ, આમોદ યાદવ,નવાઝ ખાન, સાકિબ હુસૈન, રાધવેન્દ્ર પ્રતાપ સિંહ, સચિન કુમાર સિંહ, હિંમાશુ સિંહ, ખાલિદ આલમ,સચિન કુમાર (ALL photo :PTI)
નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
