IPL 2023 ના 5 મોટા ખેલાડી જે ફેલ રહ્યા, જેમાં 2 ભારતીય ખેલાડી પણ સામેલ
આઇપીએલમાં જે તોફાની બેટીંગ માટે જાણીતા છે તે આઇપીએલ 2023માં ફ્લોપ રહ્યા છે. ટીમ મેનેજમેન્ટ માટે આ ખેલાડીઓ ચિંતાનું કારણ બન્યા છે. ઘણા ખેલાડીને ટીમ દ્વારા પહેલા જ રિટેન કરી લેવામાં આવ્યા હતા. જેમણે ઓક્શનમાં ભાગ લીધો તેમને ટીમે વધુ કિંમતમાં ખરીદ્યા. આ ટોપ 5 ફ્લોપ ખેલાડીઓના લિસ્ટ પર નજર કરીએ.


આઇપીએલ 2023ને શરૂ થયા બે અઠવાડિયાથી વધુ સમય થઇ ગયો છે. આવામાં રાજસ્થાન રોયલ્સ, લખનૌ સુપર જાયન્ટસ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ પોઇટન્સ ટેબલમાં ટોપ ફોરમાં સ્થાન ધરાવે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ તેની શરૂઆતની પાંચ મેચ હારી ગઇ છે. નજર કરીએ તે પાંચ ખેલાડીઓ પર જે ફેલ રહ્યા છે.

આંદ્રે રસલ: કોલકત્તા નાઇટ રાઇડર્સના સ્ટાર બેટ્સમેન આંદ્રે રસેલનું આઇપીએલ 2023માં અત્યાર સુધી પ્રદર્શન ખાસ નથી રહ્યું. રસેલે પાંચ મેચમાં અત્યાર સુધી માત્ર 60 રન જ કર્યા છે. તેની સ્ટ્રાઇક રેટ તો 154 ની રહી છે પણ તેની એવરેજ માત્ર 15ની છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 35 રન રહ્યો છે.

મયંક અગ્રવાલ: ગત સીઝન સુધી પંજાબના કેપ્ટન રહેલ મયંક અગ્રવાલનું બેટ આઇપીએલ 2023માં શાંત રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ઓકશનમાં તેને રૂ 8.25 કરોડની કિંમતમાં ખરીદ્યો હતો. તેણે ચાર મેચમાં 65 રન બનાવ્યા છે. મયંકની એવરેજ 16 રહી છે અને 103ની સ્ટ્રાઇક રેટ રહી છે.

દિનેશ કાર્તિક: રોયલ ચેલેન્જર્સ બેંગલોરના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે ગત સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી ભારતીય ટીમમાં વાપસી કરી હતી અને આઇપીએલની આ સીઝન દરમિયાન તેણે તમામ ચાર મેચમાં બેટિંગ કરી છે પણ ફક્ત 10 રન બનાવ્યા છે. તેની એવરેજ ત્રણની રહી છે અને સ્ટ્રાઇક રેટ 77 ની રહી છે.

મિચેલ માર્શ: દિલ્હી કેપિટલ્સની આ સીઝનમાં નિરાશાજનક શરૂઆતનું કારણ બેટ્સમેન રહ્યા છે. મિચેલ માર્શ આ સીઝનમાં ત્રણ મેચમાં ફક્ત ચાર રન બનાવી શક્યો છે. રિકી પોંટિંગને આ બેટ્સમેન પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હતી. માર્શનું ફ્લોપ રહેવું એક મોટું કારણ છે કે ડેવિડ વોર્નરની ટીમ સારી શરૂઆત મેળવી શકી નથી.

એનરિક નોર્કિયા: દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર એનરિક નોર્કિયા ચાર મેચમાં ફક્ત 2 વિકેટ લઇ શક્યો છે. આ દરમિયાન તેની ઇકોનોમી રેટ 9 થી વધુની રહી છે. એનરિક નોર્કિયા માટે દિલ્હી કેપિટલ્સે રબાડાને રિલીઝ કર્યો હતો.

































































