ગુજરાત ટાઈટન્સ એક ખેલાડી પર નજર રાખી રહ્યુ છે જેને સ કોલકાતા નાઈટ રાઈડર્સે બહાર કર્યો હતો. આ ખેલાડીએ ગત સિઝનમાં ટીમ માટે 483 રન નોંધાવ્યા હતા અને ટાઈટલ માટે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ સમાપ્ત થવા સાથે ટીમ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય સિઝન સમાપ્ત થઈ છે. હવે જૂન મહિનામાં ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમવા માટે જશે. આ પહેલા હવે 31 માર્ચથી IPL 2023 માં ખેલાડીઓ દમ દેખાડશે. ગુજરાત ટાઈટન્સ ટીમે ગત સિઝનમાં ડેબ્યૂ કરવા સાથે જ ટાઈટલ પોતાના નામે કર્યુ હતુ. આ સિઝનમાં હવે તેની પર નજર સૌ કોની રહેશે. હાર્દિક પંડ્યા ઉપરાંત શુભમન ગિલ પણ સૌની નજરમાં રહેશે. તે હાલમાં શાનદાર ફોર્મમાં પસાર થઈ રહ્યો છે.
1 / 6
શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સ ટીમનો મહત્વનો ખેલાડી છે. શાનદાર ફોર્મમાંથી પસાર થતા આ ખેલાડી પર ફ્રેન્ચાઈઝીની વિશેષ નજર બની રહેશે, કારણ કે ટીમને તેનામાં ભવિષ્ય નજર આવી રહ્યુ
2 / 6
ગુજરાત ટાઈટન્સ ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીની વાતને માનવાામાં આવે તો ગિલ ભવિષ્યનો કેપ્ટન છે. વિક્રમ સોલંકીએ ગિલના ખૂબ જ વખાણ કર્યા છે. તેમણે ગિલને જવાબદારી સંભાળી શકનારો એક લીડર તરીકે બતાવ્યો છે.
3 / 6
ડાયરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ તો શુભમન ગિલને ભવિષ્યનો ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન તરીકે પણ ભાખ્યો છે. હાલમાં જોકે હાર્દિક પંડ્યા ટીમનુ સુકાન સંભાળે છે, તેની આગેવાનીમાં જ ટીમે ડેબ્યૂ સિઝનમાં જ ટાઈટલ જીત્યુ હતુ. સોલંકીએ કહ્યુ હતુ કે, ટીમ મેનેજમેન્ટ તેની સાથે વાત કરતુ રહેશે અને જરુરીયાત સર્જાવા પર તેની સલાહ પણ લેતુ રહેશે. જોકે સોલંકીએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે, આ મુદ્દા પર અત્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
4 / 6
ઓપનર બેટર શુભમન ગિલ માટે ગત સિઝન થી અત્યાર સુધીનો સમય શાનદાર રહ્યો છે. તે ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળ્યો છે. આ પહેલા તેને કોલકાતા નાઈટ રાઈડર્સે રિલીઝ કર્યો હતો અને મેગા ઓક્શનમાં ગુજરાત જાયન્ટ્સે તેને ખરીદ્યો હતો. ગિલે ઓપનર તરીકે ગત સિઝનમાં 483 રન ગુજરાત ટીમ માટે નોંધાવ્યા હતા. તે સિઝનમાં 16 મેચ રમ્યો હતો. ફાઈનલ મેચમાં અણનમ ઈનીંગ રમીને ગુજરાતને ટાઈટલ જીતાડવા માટે મહત્વની ઈનીંગ રમ્યો હતો.
5 / 6
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે ભારતીય ટીમ માટે શાનદાર રમત દર્શાવી છે. વર્ષ 2022માં ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન તેણે સદી જમાવી હતી. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી હતી. ત્યાર બાદ તેણે ત્રણેય ફોર્મેટમાં સદી નોંધાવી હતી, તેણે આ વર્ષે એક બેવડી સદી પણ નોંધાવી હતી.