Asia Cup 2025 : એશિયા કપ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો, ICCએ કરી મોટી જાહેરાત
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનું રેન્કિંગ ખરાબ છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં તેમના ખેલાડીઓનું પ્રદર્શન અન્ય નબળી ટીમો કરતા પણ ખરાબ છે. આ બધા વચ્ચે પાકિસ્તાન એશિયા કપમાં જીતની દાવેદારી કરવા મેદાનમાં ઉતરવી રહ્યું છે. જો કે એશિયા કપ શરુ થાય તે પહેલા પાકિસ્તાનને વધુ એક ઝાટકો લાગ્યો છે, જે બાદ હવે સવાલ એ ઉભો થાય છે કે શું પાકિસ્તાનની આ ટીમ એશિયા કપમાં એક પણ મેચ જીતી શકશે?

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપની તૈયારી માટે UAE અને અફઘાનિસ્તાન સામે ટ્રોફી શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની અંતિમ મેચ 7 સપ્ટેમ્બરે રમાશે. આ મેચ પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે.

વાસ્તવમાં, ICCએ લેટેસ્ટ ODI રેન્કિંગ જાહેર કરી છે. પાકિસ્તાનની ટીમને આ રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે. તે હવે ટોપ-5માંથી પણ બહાર થઈ ગયું છે.

દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને રેન્કિંગમાં એક સ્થાનનો કૂદકો મારીને પાંચમા સ્થાને પહોંચી ગયું. જેના કારણે પાકિસ્તાનને નુકસાન થયું છે. પાકિસ્તાન એક સ્થાન ગુમાવીને હવે છઠ્ઠા સ્થાને સરકી ગયું છે.

પાકિસ્તાન, જે પહેલા પાંચમા ક્રમે હતું, તે હવે 100 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. આ ઘટાડો પાકિસ્તાન માટે એક ફટકો છે, ખાસ કરીને જ્યારે તેઓ એશિયા કપ 2025ની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ વખતે ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમવાની છે.

ICC ODI રેન્કિંગમાં ભારત 124 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. ન્યુઝીલેન્ડ 109 રેટિંગ સાથે બીજા, ઓસ્ટ્રેલિયા 106 રેટિંગ સાથે ત્રીજા અને શ્રીલંકા 103 રેટિંગ સાથે ચોથા ક્રમે છે. દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન પછી, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ અનુક્રમે સાતમાથી દસમા ક્રમે છે. (All Photo Credit : PTI / GETTY)
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ છે, એવામાં સવાલ એ છે કે શું એશિયા કપમાં આ ટીમ એક પણ મેચ જીતશે? પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
