Love Story : સરફરાઝ પહેલી નજરમાં રોમાના જ પ્રેમમાં પડ્યો હતો , પ્રથમ મુલાકાત ખૂબ જ રસપ્રદ રહી
જો સરફરાઝ ખાન (Sarfaraz Khan)ના રોમાના ઝહૂર સાથેના લગ્નની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને પહેલીવાર દિલ્હીમાં મળ્યા હતા. બંનેને પહેલી નજરમાં પ્રેમ થઈ ગયા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ચાલો જાણીએ બંન્નેની લવ સ્ટોરી વિશે.


ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લા 2 વર્ષથી હેડલાઇન્સમાં રહેલા યુવા ખેલાડી સરફરાઝ ખાને 6 ઓગસ્ટના રોજ કાશ્મીરના શોપિયા જિલ્લાના પાશપોરા ગામની રહેવાસી રોમાના ઝહૂર સાથે લગ્ન કર્યા છે.

સરફરાઝ ખાનના રોમાનાની પ્રથમ મુલાકાત દિલ્હીમાં થઈ હતી. પહેલી નજરમાં જ બંન્ને પ્રેમમાં પડ્યા હતા અને ત્યારબાદ બંન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સરફરાઝ ખાનના પરિવારના લોકો રોમાનાના ઘરે લગ્નની વાત લઈને પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, રોમાના દિલ્હીમાં અભ્યાસ કરી રહી હતી.

દિલ્હીમાં રોમાના જે કોલેજમાં અભ્યાસ કરતી હતી. ત્યા સરફરાજની બહેન પણ કોલેજ કરતી હતી જેના કારણે બંન્નેની પ્રથમ મુલાકાત થઈ હતી. સરફરાજે પોતાની બહેનને બંન્ને વિશેની વાત કરી ત્યારબાદ લગ્નને વાત આગળ વધી હતી. સરફરાઝે પોતાના લગ્નમાં કાળા રંગની શેરવાની પહેરી હતી. તેની દુલ્હન રોમાનાએ લાલ રંગ અને ગોલ્ડન રંગનો ડ્રેસ પહેર્યો હતો.

રોમાના દિલ્હીમાં અભ્યાસ કરતી હતી. રોમાના એકવાર મેચ જોવા ગઈ હતી. સરફરાઝે સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોને તેની ખુશીની જાણકારી આપી હતી.

આઈપીએલની 16મી સિઝન સરફરાઝ ખાન માટે બેટથી કંઈ ખાસ રહી ન હતી. તે આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતો.
Latest News Updates






































































