સરફરાઝ ખાન
ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાન સ્થાનિક ક્રિકેટમાં મુંબઈ ક્રિકેટ ટીમ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. 2014 અને 2016માં તેણે ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ક્રિકેટર સરફરાઝ ખાનનો જન્મ 27 ઓક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો. સરફરાઝના પિતા નૌશાદ ખાન પણ ક્રિકેટર રહી ચૂક્યા છે. સરફરાઝ ખાનનો ભાઈ મુશીર મુંબઈની અંડર-16 ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છે. જે સપનું એક પિતા પૂર્ણ ન કરી શક્યા તે સપનું હવે તેના બાળકો પૂર્ણ કરવા જઈ રહ્યા છે, સરફરાઝ ખાને અભ્યાસ કરતા વધુ ધ્યાન ક્રિકેટ પર આપ્યું છે.
સરફરાઝ ખાનનું બાળપણ ક્રિકેટ સાથે જોડાયેલું હતું. તેના પિતા નૌશાદ ખાન પણ ક્રિકેટ રમતા હતા, પરંતુ તેઓ ક્યારેય ભારત માટે રમી શક્યા ન હતા. એટલા માટે સરફરાઝ ભારતીય ક્રિકેટ ટીમમાં રમીને તેના પિતાનું સપનું પૂરું કરવા માંગે છે. 6 ઓગસ્ટ 2023ના રોજ સરફરાઝ ખાને કાશ્મીરની રોમાના ઝહૂર સાથે લગ્ન કર્યા.
Read More
IND vs SL: સરફરાઝ ખાન બહાર, આ ખેલાડીની રમશે, ગાલે ટેસ્ટમાં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
શ્રીલંકા સામેની ગાલે ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11ને લઈને મોટી અપડેટ સામે આવી છે. સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થયા બાદ ટીમમાં સામેલ કરાયેલા ખેલાડીને પ્રથમ ટેસ્ટમાં તક નહીં મળે તેવી શક્યતા છે. તેના સ્થાને વિકેટકીપર બેટ્સમેનને રમાડવામાં આવી શકે છે. જાણો કેવી હશે ગાલેમાં ભારતની પ્લેઈંગ-11.
- Smit Chauhan
- Updated on: Aug 13, 2026
- 9:21 pm
Sarfaraz Khan: કાશ્મીરમાં કરી ખાસ ટ્રેનિંગ, 17 કિલો વજન ઘટાડ્યું, હવે ટીમ ઈન્ડિયામાં વાપસી
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ સરફરાઝ ખાને હાર માની નહીં અને પોતાની રમત સુધારવા માટે સખત મહેનત શરૂ કરી. આ દરમિયાન તે ખાસ ટ્રેનિંગ માટે કાશ્મીર પણ ગયો હતો. ત્યાં તેણે લાંબા સમય સુધી બેટિંગનો અભ્યાસ કર્યો. હવે તેની મહેનત રંગ લાવી છે અને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં તેની વાપસી થઈ છે.
- Smit Chauhan
- Updated on: Aug 10, 2026
- 8:05 pm
Breaking News : ટીમ ઈન્ડિયામાં 18 મહિના પછી પરત ફર્યો સરફરાજ ખાન, શ્રીલંકા સામે દેખાડશે તાકાત
India vs Sri Lanka: સરફરાઝ ખાને પોતાની છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2024માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. જ્યારે જાન્યુઆરી 2025માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ફર્યા પછી તે ટીમ ઈન્ડિયાથી બહાર હતો.
- Nirupa Duva
- Updated on: Aug 10, 2026
- 12:36 pm
Breaking News: 4 ઓવરમાં ભારે તબાહી, ઈમ્પેક્ટ પ્લેયર 0 પર આઉટ, CSK એ 8 બોલમાં 3 વિકેટ ગુમાવી
IPL 2026 ની 37મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી. ગુજરાત ટાઇટન્સે પાવરપ્લેમાં જ તેમના સ્ટાર બેટ્સમેનોને આઉટ કર્યા, જેના કારણે CSK એ 8 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી અને CSK ને ઇમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કરવાની ફરજ પડી. જોકે ઈમ્પેક્ટ પ્લેયર પણ 0 પર આઉટ થતા CSKની હાલત ખરાબ થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Apr 28, 2026
- 6:49 pm
Breaking News: પિતાની સામે જ નાના ભાઈની ટીમના બોલરોની મોટા ભાઈએ કરી દીધી જોરદાર ધુલાઈ
ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન સરફરાઝ ખાને પંજાબ કિંગ્સ સામે મહત્વપૂર્ણ અને વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેના પિતા પણ MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં હાજર હતા અને તેનો ભાઈ વિરોધી ટીમ એટલે કે પંજાબ કિંગ્સનો ભાગ છે. મોટા ભાઈએ નાના ભાઈની ટીમના બોલરો ને પિતાની હાજરીમાં ધોઈ નાખ્યા હતા.
- Smit Chauhan
- Updated on: Apr 3, 2026
- 10:18 pm
Breaking News: પત્તાના મહેલની જેમ ઢેર થયો CSK નો ટોપ ઓર્ડર, RR vs CSK મેચમાં ધોની વિના ઢીલા પડ્યા ચેન્નાઈના ધુરંધર
ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ યુનિટ સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, આયુષ મ્હાત્રે જેવા બેટ્સમેનોથી સજ્જ હતી પરંતુ રાજસ્થાનના બોલરોએ આ ટોપ ઓર્ડરને પત્તાના મહેલની જેમ વિખેરી નાખ્યો. ધોનીની ગેરહાજરીમાં CSKની બેટિંગ રણનીતિ સુપર ફ્લોપ સાબિત થઈ છે.
- Smit Chauhan
- Updated on: Apr 2, 2026
- 5:32 pm
Central Contract Breaking : BCCI એ 5 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કર્યા, 6 ખેલાડીઓને કરોડોનું નુકસાન
BCCI એ 2025-26 સિઝન માટે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે. પાંચ ખેલાડીઓને પણ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, છ ખેલાડીઓને ડાઉનગ્રેડનો સામનો કરવો પડ્યો છે.
- Smit Chauhan
- Updated on: Feb 9, 2026
- 10:37 pm
IPL 2026: 22 બોલમાં તોફાની 73 રનની તોફાની ઇનિંગ એળે ગઈ! વિસ્ફોટક ફોર્મનો પુરાવો આપ્યા બાદ કઈ ટીમ 28 વર્ષીય ‘ભારતીય બેટ્સમેન’ પર વિશ્વાસ કરશે?
22 બોલમાં 73 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર 28 વર્ષીય ભારતીય બેટ્સમેન IPL 2026 મિની ઓક્શનમાં શરૂઆતના રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો. કોઈપણ ટીમે તેને હરાજીમાં ખરીદવા માટે રસ દર્શાવ્યો નહીં. હવે શું તે ખરેખરમાં કોઈ ટીમનો ભાગ બનશે કે પછી...?
- Ravi Prajapati
- Updated on: Dec 16, 2025
- 8:45 pm
IPL Mock Auction : કેમેરોન ગ્રીનને આ ટીમે 30.5 કરોડમાં ખરીદ્યો, સરફરાઝ ખાનને CSK એ 7 કરોડ ચૂકવ્યા
IPL 2026 મીની ઓક્શન પહેલા સ્ટાર સ્પોર્ટ્સે એક મોક ઓક્શનનું આયોજન કર્યું હતું જેમાં કેમેરોન ગ્રીન અને લિયામ લિવિંગસ્ટોનને મોટી રકમ મળી હતી. આ એક મજબૂત સંકેત છે કે કયા ખેલાડીઓને મોટી રકમ મળવાની શક્યતા સૌથી વધુ હશે.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 5:19 pm
પિતાએ 38 કિલો, તો દીકરાએ 10 કિલો વજન ઘટાડ્યુ, ટ્રાસફોર્મેશન જર્ની વીડિયોમાં શેર કરી, જુઓ વીડિયો
નૌશાદ તેમના ક્રિકેટર પુત્ર સરફરાઝના પગલે ચાલે છે, 6 મહિનામાં 38 કિલો વજન ઘટાડીને એક વીડિયોમાં પોતાની ટ્રાન્સફોર્મેશન જર્ની શેર કરી છે. જુઓ વીડિયો
- Nirupa Duva
- Updated on: Oct 13, 2025
- 10:27 am