IPL 2023: નામ બડે દર્શન છોટે, IPLના સૌથી મોંઘા ખેલાડીઓ જે ફ્રેન્ચાઈઝીને ભારે પડ્યા, જુઓ લિસ્ટ

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાં આ વર્ષે સૌથી મોંઘા વેચાયેલા ઘણા સ્ટાર ખેલાડીઓએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી ફેન્સ અને ફ્રેન્ચાઈઝીને નિરાશ કર્યા હતા. જેમાં IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કરનથી લઈ કેએલ રાહુલ સહિતના મોટા નામ સામેલ છે. આ સ્ટાર ખેલાડીઓ પર કરોડોની બોલી લાગી છતાં સિઝનમાં કંઈ ખાસ કમાલ કરી શક્યા નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 5:21 PM
IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી સેમ કરને આ વર્ષે પંજાબ કિંગ્સ માટે 12 મેચમાં 129.34ની સ્ટ્રાઈક રેટ અને 24ની એવરેજથી માત્ર 216 રન જ બનાવ્યા હતા, જ્યારે બોલિંગમાં તે ફક્ત સાત જ વિકેટ ઝડપી શક્યો છે. પંજાબ કિંગ્સે તેને મિની ઓક્શનમાં રેકોર્ડ 18.5 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો.

1 / 6
કેમેરોન ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે રૂ. 17.5 કરોડમાં મિની ઓક્શનમાં ટીમમાં સામેલ કર્યો હતો. તેને પોલાર્ડનું રિપ્લેસમેન્ટ માનવામાં આવતો હતો, પરંતુ તે અત્યારસુધી રમાયેલ મેચોમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો નથી. 12 મેચોમાં ગ્રીને 39.57ની એવરેજ અને 148ની સ્ટ્રાઈક રેટથી 277 રન બનાવ્યા છે, જ્યારે બોલિંગમાં માત્ર છ વિકેટ ઝડપી શક્યો છે.

2 / 6
આ લિસ્ટમાં કેએલ રાહુલનું નામ પણ સામેલ છે. તેને લખનૌની ટીમે 17 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો અને ટીમની કપ્તાની પણ સોંપી હતી. પરંતુ ચાલુ સિઝન દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેને બાકીની મેચોમાંથી બહાર થવું પડ્યું. IPL 2023માં રાહુલે 9 મેચોમાં 34.25ની એવરેજ અને 113ની સ્ટ્રાઈક રેટથી માત્ર 274 રન બનાવ્યા હતા.

3 / 6
સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને IPL 2023ની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 કરોડની ભારે કિંમતમાં ખરીદ્યો હતો. તે ટીમની અપેક્ષાઓ પર ખરો ઊતર્યો નથી. સ્ટોક્સે આ સિઝનમાં માત્ર બે મેચ રમી હતી, જેમાં તેણે ગુજરાત સામે 7 અને લખનઉ સામે 8 રન બનાવ્યા હતા. સ્ટોક્સે લખનઉ સામે બોલિંગ કરતી વખતે એક ઓવરમાં 18 રન આપ્યા હતા. તે હાલ ઈજાગ્રસ્ત છે અને પ્લેઓફ  રાઉન્ડ પહેલા ઈંગ્લેન્ડ પરત ફરશે.

4 / 6
લખનઉ સુપર જાયન્ટ્સે વેસ્ટ ઈન્ડીઝના વિકેટકીપર બેટર નિકોલસ પુરન પર 16 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેણે 11 મેચમાં 24.80ની એવરેજથી 248 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 160.00 છે. RCB સામે તેણે 19 બોલમાં 62 રનની તોફાની ઈનિંગ રમી હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે તેણે લખનઉને અત્યાર સુધી નિરાશ કર્યા નથી. જોકે ટીમને તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે.

5 / 6
IPLમાં આ વર્ષે જ ડેબ્યુ કરનાર હેરી બ્રૂકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. KKR સામે બ્રૂકની સદી સિવાય તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં હેરીએ 121.64 સ્ટ્રાઈક રેટથી માત્ર 163 રન બનાવ્યા છે. ટીમે છેલ્લી મેચમાં બ્રૂકને પ્લેઇંગ-11માં પણ રાખ્યો ન હતો. એક સદીને બાદ કરતાં તે કોઈ ખાસ કમાલ નથી કરી શક્યો અને હૈદરાબાદ માટે ફ્લોપ સાબિત થયો હતો.

6 / 6

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">