ઋષભ પંત
ઋષભ પંતનો જન્મ ભારતના ઉત્તરાખંડના રૂડકીમાં રાજેન્દ્ર પંત અને સરોજ પંતને ત્યાં થયો હતો. પંતને એક બહેન છે જેનું નામ સાક્ષી છે. 12 વર્ષની ઉંમરે પંત તેની માતા સાથે ક્રિકેટ એકેડમીમાં તાલીમ લેવા માટે દિલ્હી જતો હતો. પંતનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તે આસામ સામે દિલ્હી તરફથી U-19 ક્રિકેટ રમી રહ્યો હતો. પંતે તેની પ્રથમ ઇનિંગમાં 35 રન બનાવ્યા હતા અને પછી બીજા દાવમાં 150 રન બનાવ્યા હતા, જે તેની કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ઇનિંગ હતી.
1 ફેબ્રુઆરી 2016ના રોજ, 2016ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન, પંતે નેપાળ સામે 18 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે આ સ્તરે સૌથી ફાસ્ટ હતી.ઋષભના પિતાનું મૃત્યુ એપ્રિલ 2017માં કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. પિતાના અંતિમ સંસ્કાર કરી પંત ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો.ઋષભ પંતે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે.
20 વર્ષની ઉંમરે ઋષભ પંતે T20 ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ઋષભ પંતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. 30 ડિસેમ્બરના રોજ ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો હતો, 30 ડિસેમ્બર,2022ના રોજ તે મધરાત્રે દિલ્હીથી પોતાના ઘર રુડકી તરફ થઈ રહ્યો હતા, ત્યારે જ તેની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવેના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. છેલ્લા એક વર્ષથી ક્રિકેટના મેદાનથી પંત દુર છે.