IPL 2025 : ગુજરાત ટાઇટન્સની પ્લેઓફમાં ધમાકેદાર એન્ટ્રી, હવે 1 જગ્યા માટે 3 ટીમ રેસમાં
આઈપીએલ 2025ની 60મી મેચમાં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સની ટીમ વિરુદ્ધ એક સરળ જીત મેળવી છે. આ સાથે તેમણે પ્લેઓફની ટિકિટ પણ મેળવી લીધી છે. મહત્વની વાત તો એ છે કે, ગુજરાતની જીતથી વધુ 2 ટીમોએ પ્લોઓફ માટે ક્વોલિફાય કર્યું છે.

આઈપીએલ 2025નો રોમાંચક મેચ ચાલી રહી છે. 60મી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવી પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી છે.

ગુજરાત ટાઈટન્સની આ જીતથી વધુ 2 ટીમોની કિસ્મત ખુલી ગઈ છે. આ બંન્ને ટીમોએ પણ પ્લેઓફની ટિકિટ પાક્કી કરી લીધી છે. એટલે કે, હવે પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર 1 સ્થાન બાકી છે અને રેસમાં હજુ પણ 3 ટીમ છે.

ગુજરાત ટાઈટન્સની આ જીતનો ફાયદો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સને પણ થયો છે. આરસીબી અને પંજાબ કિંગ્સે પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે.

ગુજરાતની 12 મેચ બાદ હવે 9માં જીત સાથે 18 અંક સાથે ટોપ પર છે. તો બીજી બાજુ આરસીબી આ સીઝનમાં 17 અંક સાથે બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સના પણ 17 અંક છે.

હવે ફક્ત એક જ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે અને આ સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે સ્પર્ધા છે. દિલ્હી ઉપરાંત, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ પણ પ્લેઓફની રેસમાં છે.

પરંતુ આમાંથી ફક્ત એક જ ટીમ પ્લેઓફમાં ટિકિટ મેળવી શકશે. મુંબઈ હાલમાં 12 મેચમાં 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જ્યારે, દિલ્હી 12 મેચમાં 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે અને લખનૌ 11 મેચમાં 10 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો
