IPL 2024 : સોલ્ટ આઈપીએલ મેચના પ્રથમ બોલ પર આઉટ થનાર 25મો ખેલાડી બન્યો, લિસ્ટમાં આ ખેલાડીઓ પણ સામેલ
આ બીજી વખત થયું છે જ્યારે ફિલિપ સોલ્ટ મેચના પહેલા બોલ પર આઉટ થયો હોય. આ પહેલા 2023માં પણ ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમીએ તેમણે મેચના પહેલા બોલ પર પેવેલિયન મોકલી દીધો હતો.

આઈપીએલ 2024ની 22મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કોલકત્તા નાઈટ રાઈડર્સનો ચેપોક સ્ટેડિયમમાં થયો હતો. આ મેચમાં સીએસકેના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે ઈતિહાસ રચી દીધો છે. તેમણે મેચના પહેલા જ બોલ પર ફિલિપ સોલ્ટને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો હતો.

સોલ્ટ આઈપીએલ મેચના પહેલા બોલ પર આઉટ થનારો દુનિયાનો 25મો ખેલાડી બન્યો છે.તેના પહેલા પાર્થિવ પટેલ, ગૌતમ ગંભીર, જેક કાલિસ, બ્રેડન્ મૈકુલમ, સુબ્રમણયમ બદ્રીનાથ, સનથ જયસૂર્યા, મનોજ તિવારી, માઈકલ લંબ, મયંક અગ્રવાલ, એસ અનિરુદ્ધ, ઉનમુક્ત ચંદ, કુસલ પરેરા, ડ્વેન સ્મિથ, ક્રિસ ગેલ, માર્ટિન ગુપ્ટિલ, સૂર્યકુમાર યાદવ, શિખર ધવન, જો ડેનીલ, પૃથ્વી શો, માર્કસ સ્ટોઈનિસ , કેએલ રાહુલ, વિરાટ કોહલી, ડેવિડ વોર્નર, પ્રભસિમરન સિંહ મેચના પહેલા બોલ પર આઉટ થઈ ચૂક્યા છે.

આવું બીજી વખત થયું છે કે, ફિલિપ સોલ્ટ મેચના પહેલા બોલ પર આઉટ થયો હોય. આ પહેલા 2023માં પણ ગુજરાત ટાઈટન્સના મોહમ્મદ શમીએ તેમને પહેલા જ બોલ પર પેવેલિયન મોકલી દીધો હતો. તે સમયે સોલ્ટ દિલ્હી કેપિટલ્સની ટીમમાં હતો.

સોલ્ટ સિવાય તુષાર દેશપાંડેએ પણ વિકેટ લઈ ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે આઈપીએલ મેચના પહેલા જ બોલ પર વિકેટ લેનારો દુનિયાનો 24મો ખેલાડી બન્યો છે. તેમણે આઈપીએલમાં પહેલી વખત આવું કર્યું છે.

તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હાર આપી છે. સતત 2 મેચ હાર્યા બાદ ચેન્નાઈને આ જીત મળી છે. આ સીઝનમાં ચેન્નાઈએ અત્યારસુધી 5 મેચમાંથી 3માં જીત મેળવી છે.
