Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: MS ધોનીને કોઈએ ઈદનો ચાંદ કહ્યો, કોઈએ દિલનો રાજા, તો કોઈએ વાઘ કહ્યો

IPL 2024 22 માર્ચથી શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ, તેના રોમાંચને ખરેખર વેગ મળ્યો જ્યારે 31 માર્ચે. દિલ્હી કેપિટલ્સ સામે વિશાખાપટ્ટનમના મેદાન પર ધોનીના નામનો વિસ્ફોટ જોવા મળ્યો. જ્યારે ધોનીનું બેટ બોલે છે, ત્યારે લોકો કહે છે – માહી માર રહા હે. પરંતુ વિશાખાપટ્ટનમમાં તો માહીએ વાતાવરણ જ બદલી નાખ્યું. આ બધા વચ્ચે તેણે IPLનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. CSKની હારમાં પણ તેની બેટિંગમાં જે જોવા મળ્યું તેણે હંમેશાની જેમ તેના ફેન્સના દિલ જીતી લીધા, એટલું જ નહીં પરંતુ વિરોધીઓ પણ ધોનીના પ્રશંસક બની ગયા.

| Updated on: Apr 01, 2024 | 6:38 PM
IPL 2024માં ધોની પહેલીવાર હાથમાં બેટ લઈને ક્રીઝ તરફ ગયો ત્યારથી વિશાખાપટ્ટનમના વાતાવરણમાં પરિવર્તન શરૂ થઈ ગયું હતું. ધોનીની બેટિંગની ઝલક મેળવવા આતુર, પીળા રંગના દરિયામાં નહાતા સ્ટેડિયમે પોતાના ફેવરિટ હીરોનું જોરદાર સ્વાગત કર્યું. રસપ્રદ વાત એ છે કે ધોનીએ પહેલા જ બોલ પર ચોગ્ગો મારીને તે સ્વાગતને વધાવી લીધું હતું. બેટિંગમાં ધોનીની તીવ્રતાના કારણે, સ્ટેડિયમનો અવાજ રેકોર્ડ સ્તરે પહોંચતો જોવા મળ્યો હતો.

1 / 8
231થી વધુના સ્ટ્રાઈક રેટથી રમતા ધોનીએ માત્ર 16 બોલમાં અણનમ 37 રન બનાવ્યા. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. ધોનીની આ ઈનિંગની અસર એવી થઈ કે CSKના ચાહકો પોતાની ટીમની હાર પણ ભૂલી ગયા. તેમના માટે, ધોનીના બેટની મૂવમેન્ટ એ ન ચૂકવવા જેવી ક્ષણ હતી. સ્ટેડિયમમાં હાજર પોતાના પ્રશંસકોનું મનોરંજન કરતી વખતે ધોનીએ IPLમાં 16 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

2 / 8
ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે 20મી ઓવરમાં 20 રન બનાવ્યા જે એક નવો IPL રેકોર્ડ છે. આ પહેલા 20મી ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માર્ક બાઉચરના નામે હતો, જેણે 2008ની IPLમાં RCB તરફથી રમતા 18 રન બનાવ્યા હતા.

3 / 8
ધોનીએ તેની IPL કરિયરની 20મી ઓવરમાં 242.6ના સ્ટ્રાઈક રેટથી કુલ 735 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે સૌથી વધુ 61 સિક્સર ફટકારી છે. 20મી ઓવરમાં સિક્સર ફટકારવાના મામલે ધોનીની નજીક પણ કોઈ નથી. આ મામલામાં કિરોન પોલાર્ડ 33 છગ્ગા સાથે બીજા સ્થાને છે, જે હવે રમી રહ્યો નથી.

4 / 8
વિશાખાપટ્ટનમમાં રમાયેલી ધોનીની ઈનિંગ એટલી બધી હેડલાઈન્સમાં આવી ગઈ કે લોકો દિલ્હી કેપિટલ્સની જીત વિશે વાત કરવાને બદલે ધોનીની વાત કરતા જોવા મળ્યા. દરેક લોકો ધોનીના વખાણ કરતા હતા.

5 / 8
કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા ઈરફાન પઠાણે તેને ઈદનો ચાંદ કહ્યો, જે વર્ષમાં એકવાર દેખાય છે, જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ તેને દિલનો રાજા કહ્યો હતો. અનુભવી ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું- ટાઈગર જીવતો છે અને ગર્જી રહ્યો છે.

6 / 8
આશ્ચર્ય ત્યારે થયું જ્યારે વિરોધી ટીમો અને વિરોધી ટીમના ખેલાડીઓએ પણ તેના વખાણ કરવામાં કોઈ કસર છોડી ન હતી. જેમણે આ કર્યું તેમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ, રાજસ્થાન રોયલ્સ અને અન્ય ટીમોના ખેલાડીઓ સામેલ હતા.

7 / 8
કહેવાય છે કે ધોની દિલ જીતી લે છે. IPL 2024 ની તેની પ્રથમ ઈનિંગે વિરોધીઓને પણ આકર્ષ્યા, તેમને દિવાના બનાવ્યા, હવે આનાથી વધુ બીજું શું ઉદાહરણ જોઈએ કે તે ખરેખર દિલ જીતી લે.

8 / 8
Follow Us:
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

વડોદરામાં જાહેરમાં નબીરાઓએ કરી જન્મદિવસની ઉજવણી, રિલ કરી વાયરલ

Breaking News: અમદાવાદના આ વિસ્તારમાંથી ઝડપાયું 86 કરોડથી વધુનું સોનુ

રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

g clip-path="url(#clip0_868_265)">