Women’s World Cup 2025 : ભારત-ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલ મેચ વરસાદમાં ધોવાય જાય તો ફાઈનલમાં કોણ પહોચશે, શું છે નિયમ ?
Women's World Cup Semi final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં ટકકર થશે. પરંતુ શું તમે વિચાર્યું ક્યારેય કે, જો સેમિફાઈનલ મેચ વરસાદમાં ધોવાય જોય છે તો ફાઈનલમાં કઈ ટીમ પહોંચશે?

Women's World Cup Semi final : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં ટકકર થશે. પરંતુ શું તમે વિચાર્યું ક્યારેય કે, જો સેમિફાઈનલ મેચ વરસાદમાં ધોવાય જોય છે તો ફાઈનલમાં કઈ ટીમ પહોંચશે?

મહિલા વનડે વર્લ્ડકપ 2025ની સેમિફાઈનલની લાઈન અપ તૈયાર છે. ભારતનો સામનો સેમિફાઈનલમાં ટૂર્નામેન્ટની સૌથી સફર ટીમ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ ટૂર્નામેન્ટની બીજી સેમિફાઈનલ હશે. જે નવી મુંબઈના ડી વાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાશે.

આ એ જ મેદાન છે જ્યાં 26 ઓક્ટોબરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. તે ગ્રુપ સ્ટેજ મેચ ધોવાઈ જવાથી ભારતીય ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ પર કોઈ અસર પડી ન હતી. પરંતુ કલ્પના કરો કે જો સેમિફાઇનલમાં પણ વરસાદ પડે તો શું થશે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઈનલ મેચ 30 ઓક્ટોબરના રોજ રમાશે.જો આ દિવસે વરસાદની શક્યતા 20 ટકા છે. સારી વાત તો એ છે કે, ટૂર્નામેન્ટની સેમિફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એટલે કે, જો 30 ઓક્ટોબરના રોજ વરસાદ આવે છે તો રિઝર્વ ડેના રોજ મેચ રમાશે.

જો રિઝર્વ ડેના દિવસે પર મેચ રમાશે નહી કોઈ પરિણામ ન આવે તો પોઈન્ટ ટેબલમાં જે ટીમના પોઈન્ટ વધારે હશે. તે સીધી ફાઈનલમાં એન્ટ્રી કરશે.

જો આવી સ્થતિ સેમિફાઈનલમાં થાય છે તો ભારત માટે મુશ્કેલ થઈ શકે છે. કારણ કે, તેના 7 અંક જ છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમના 13 અંક સાથે ટોપ પર છે. એટલે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાં એન્ટ્રી કરશે.

ઓસ્ટ્રેલિયા ટુર્નામેન્ટમાં વિજયી ટીમ છે, જેણે ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હારી નથી. ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ સ્ટેજમાં સાત મેચ રમી હતી, જેમાં છમાં જીત મેળવી હતી, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.

ભારતને પણ વરસાદને કારણે એક મેચમાં પોઈન્ટ શેર કરવા પડ્યા હતા. તેમણે સાતમાંથી ત્રણ મેચ જીતી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. (all photo : pti)
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અહી ક્લિક કરો
