ઘણા લોકો ઓફિસ, શાળા, કોલેજ, હોટેલ, રેસ્ટોરન્ટ અને ઘરમાં વેસ્ટર્ન કોમોડનો ઉપયોગ કરે છે. જો તમે ધ્યાન આપ્યું હોય, તો તમને ફ્લશ પર એક નાનું બટન અને એક મોટું બટન દેખાયું હશે.
ફ્લશમાં રહેલા બે બટનને “ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ” કહેવામાં આવે છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ છે જરૂર મુજબ પાણી છોડવું અને પાણીનો બગાડ અટકાવવો.
નાનું બટન (Low Flush) ફક્ત પેશાબ જેવી પ્રવાહી ફ્લશ કરવા માટે બનાવવામાં આવ્યું છે. નાનું બટન દબાવવા પર લગભગ 3 લિટર પાણી બહાર આવે છે.
મોટું બટન (Full Flush) સ્ટૂલ ફ્લશ કરવા માટે છે. આ બટન દબાવવાથી લગભગ 6 લિટર પાણી ઉપયોગમાં લે છે. આ તમામ ફલ્સ ટેન્કની કેપેસિટીના આધારે હોય છે.
ઘણા લોકો અજાણતામાં બંને બટન એકસાથે દબાવે છે. એવું કરવાથી જરૂર કરતાં વધુ પાણી બહાર નીકળી જાય છે એટલે પાણીનો બગાડ થાય છે. તેથી પરિસ્થિતિ મુજબ યોગ્ય બટનનો પસંદગી કરીને જ ફ્લશ કરવું જોઈએ.
નાની દેખાતી આ ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ દરેક વખતે પાણી બચાવે છે. જો આપણે સાચા બટનનો ઉપયોગ કરીએ, તો દરરોજથી લઈને દર મહિને અને વર્ષ સુધીમાં લાખો લીટર પાણી બચાવી શકીએ.