ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સંચાલિત છે, અને તે મહિલા ટેસ્ટ, મહિલા વન-ડે ઈન્ટરનેશનલ અને વિમેન્સ T20 ઈન્ટરનેશનલ સ્ટેટસ ધરાવતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સંપૂર્ણ સભ્ય છે.
ડોમેસ્ટિક લેવલ પર ભારતમાં મહિલા ક્રિકેટરો અનેક ટુર્નામેન્ટમાં ભાગ લે છે. સાથે જ T20 લીગ WPL (વિમેન્સ પ્રીમિયર લીગ)માં પણ ભારતની મહિલા ક્રિકેટરોનો દબદબો છે.