Stocks Forecast : દમદાર કમાણી કરાવશે આ 4 શેર, એક્સપર્ટે કહ્યું ખરીદી લો
જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

Cera Sanitaryware Limited: સેરા કંપનીના શેરની હાલની કિંમત 5,344 રુપિયા છે. આ શેર પર 6,874 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે તેની હાલની કિંમતથી ભાવ વધે છે તો મોટા ઉછાળા સાથે આ શેરનો ભાવ 8,443 રુપિયા સુધી આવવાની સંભાવના છે. ચાર્ટ મુજબ હાલ આ શેરમાં કોઈ ઘટાડાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવે, આ શેર ખરીદવો જોઈએ કે નહીં તે અંગે એક્સપર્ટ શું કહે છે તે જાણીએ

આ શેર પર 17 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી મોટાભાગના 9 જેટલા અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગ Buy કરવા કહી રહ્યા છે, તે સાથે બીજા 3 અનાલિસ્ટ પણ આ શેરને ખરીદવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ શેર પર 4 અનાલિસ્ટ Hold કરવા અંગે પણ પોતાની રાય આપી છે અને 1 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે.

Aster DM Healthcare Ltd: 635 રુપિયાના આ શેર પર 773 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ શેર એક વર્ષમાં વધે છે તો 35%ના વધારા સાથે તેનો ભાવ સીધા 860 રુપિયા પર પહોંચે તેની સંભાવના છે આ શેર પર પણ હાલ પુરતા કોઈ ઘટાડાના સંકેત જણાઈ રહ્યા નથી. ત્યારે આ શેર ખરીદવા અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો સમજીએ

આ શેર પર 10 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 8 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગ Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે, તેમજ બીજા 2 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવાની રાય આપી રહ્યા છે, આ શેપ પર હજુ સુધી કોઈ અનાલિસ્ટે sellની રાય આપી નથી.

Gabriel India Limited: 959 રુપિયાના આ શેર પર 1308 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ શેરમાં વધારો થાય છે તો મોટા ઉછાલા સાથે ભાવ 1470 રુપિયા સુધી પહોંચવાની સંભાવના છે. આ શેર પર ઘટાડાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તો આ શેર ખરીદવો જોઈએ કે નહીં ચાલો જાણીએ એક્સપર્ટ શું કહે છે.

આ શેર પર 5 અનાલિસ્ટે પોતાની રાય આપી છે તેમાંથી 3 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગ Buy કરવા અંગે જણાવી રહ્યા છે. આ સિવાય 1 અનાલિસ્ટ શેરને Hold પર રાખવા તો 1 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે જણાવી રહ્યા છે.

Raymond Lifestyle Limited: રેમન્ડ કંપનીનો આ શેર હાલ 1034 રુપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ શેર પર 1693 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જોકે અહીં થી આ શેરમાં વધારો થાય છે તો તેનો ભાવ 2,036 પર આવવાની સંભાવના છે. આ શેર પર પણ ઘટાડાના સંકેત જોવા મળી રહ્યા નથી તો આ શેર ખરીદવા અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 3 અનાલિસ્ટે પોતાની રાય આપી છે તેમાંથી બધા જ અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગ Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે રોકાણ કરતા પહેલા તમારા એક્સપર્ટની સલાહ જરુર લેવી
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. અહીં ક્લિક કરો.
