16 વર્ષની ઉંમરે ડેબ્યુ કરનાર ભારતીય મહિલા ક્રિકેટર રિચા ઘોષ બની DSP, જાણો તેને કેટલો પગાર મળશે ?
ભારતીય મહિલા ક્રિકેટર રિચા ઘોષ પશ્ચિમ બંગાળ પોલીસમાં DSP બન્યા છે. સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ સિલિગુડીમાં તેમની નિયુક્તિ થઈ છે.

DSP Richa Ghosh: ભારતીય મહિલા ક્રિકેટર રિચા ઘોષ હવે ડીએસપી (DSP) બની ગઈ છે. પશ્ચિમ બંગાળ પોલીસે તેમને ડીએસપી પદ પર નિયુક્ત કર્યા છે અને તેમની પોસ્ટિંગ સિલિગુડીમાં કરવામાં આવી છે. રિચા મૂળથી પણ સિલિગુડીની જ રહેવાસી છે. ઘણા ચાહકોમાં આ પ્રશ્ન છે કે તેમને આ પદ પર કેટલો પગાર મળશે, ચાલો વિગતવાર જાણીએ.

રિચા ઘોષને પશ્ચિમ બંગાળ પોલીસ દળમાં સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા ડીએસપી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તે ભારતની ઓડીઆઈ વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂકી છે તેમજ મહિલા પ્રીમિયર લીગ 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમેલી છે. રાજ્ય સરકારના એવોર્ડ સમારંભ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની નિમણૂકની જાહેરાત કરી હતી. સાથે સાથે સિલિગુડીમાં એક સ્ટેડિયમ પણ તેમના નામે રાખવાની ઘોષણા કરવામાં આવી છે.

રિચાનો જન્મ 28 સપ્ટેમ્બર 2003 ના રોજ સિલિગુડીમાં થયો હતો. તેણીએ માત્ર 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. 2020 ના T20 વર્લ્ડ કપ માટે રિચાને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી હતી. ઉપરાંત, તે 2023 ના પ્રથમ અન્ડર–19 મહિલા T20 વર્લ્ડ કપનો પણ મહત્વનો ભાગ રહી હતી. વિકેતકીપર-બેટ્સમેન તરીકે રિચા તેના આક્રમક હિટિંગ સ્ટાઈલ માટે જાણીતી છે.

રિચાએ તેનું પ્રારંભિક શિક્ષણ માર્ગારેટ સિસ્ટર નિવેદિતા ઇંગ્લિશ સ્કૂલ, સિલિગુડીમાં પૂર્ણ કર્યું હતું. તેના પિતાની ઈચ્છા હતી કે તે ટેબલ ટેનિસ ખેલાડી બને, પરંતુ રિચામાં ક્રિકેટ પ્રત્યે વધારે રસ વિકસ્યો અને તેણીએ 11 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આજે રિચા ઘોષનું નામ ICC ની અનેક આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં જોવા મળે છે.

DSP તરીકે રિચા ઘોષને દર મહિને લગભગ ₹56,100 નો મૂળ પગાર મળશે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા મંજૂર વિવિધ ભથ્થાં પણ તેમને આપવામાં આવશે. આ રીતે તેમના કુલ પગારમાં નોંધપાત્ર રકમ ઉમેરાશે.
સ્મૃતિ મંધાનાના હાથમાંથી સગાઈની રિંગ ગાયબ ! શું ખરેખર પલાશ સાથે તૂટી ગયા લગ્ન ?
