Kinjal Dave Photos : ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, ફિયોન્સ સાથેની તસવીરો કરી શેર
લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ અભિનેતા અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. ચાહકોને આ માહિતી શેર કરેલી તસવીરો દ્વારા મળી.

ગુજરાતીની લોકપ્રિય લોકગાયક કલાકાર કિંજલ દવે સગાઈના તાંતણે બંધાઈ ગઈ છે. ગાયિકા કિંજલ દ્વેએ પોતે જ પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર વીડિયો શેર કરીને સગાઈની માહિતી પોતાના ચાહકો સુધી પહોંચાડી હતી.

કિંજલ દવે એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી એકબીજાને ડેટ કરતા હતા. કિંજલ દવેએ સગાઈનો ખાસ વીડિયો પોસ્ટ પણ કર્યો હતો, જે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ સગાઈ પ્રસંગમાં ઉત્તરપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજરી આપી કિંજલ અને ધ્રુવિનને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, કિંજલ દવેએ અગાઉ વર્ષ 2018માં પવન જોષી સાથે સગાઈ કરી હતી. લગભગ પાંચ વર્ષ સુધી સગાઈમાં રહ્યા બાદ વર્ષ 2023માં બંનેની સગાઈ તૂટી ગઈ હતી.

પછી લગભગ બે વર્ષ બાદ કિંજલ દવેએ ફરીથી સગાઈ કરી છે. 5 ડિસેમ્બરે ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને ત્યારબાદ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈનો કાર્યક્રમ યોજાયો હતો.

કિંજલ દવેના ફિયોન્સ ધ્રુવિન શાહ એક સફળ બિઝનેસમેન તેમજ એક્ટર છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય ડિજિટલ એપ જોજો એપ (JoJo App) ના ફાઉન્ડર પણ છે.

બીજી તરફ કિંજલ દવે તેમની પ્રસિદ્ધિ માટે ખાસ કરીને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં’ ગીતથી જાણીતા થયા બાદ ઘેરઘેર લોકપ્રિય બન્યા હતા.
