Women’s health : આ લક્ષણો એન્ડોમેટ્રિઓસિસના પ્રથમ તબક્કામાં જોવા મળે છે, જેને નજરઅંદાજ ન કરો
એન્ડોમેટ્રિઓસિસ એક ગંભીર બીમારી છે. જેના અલગ અલગ સ્ટેજ હોય છે. પહેલા સ્ટેજમાં મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખુબ દુખાવો થાય છે. તો ચાલો આજે આપણે એન્ડોમેટ્રિઓસિસના લક્ષણો વિશે વિસ્તારથી વાત કરીશું.

એન્ડોમેટ્રિઓસિસ મહિલાના યુટ્રસ એટલે કે, ગર્ભાશય સાથે જોડાયેલી સમસ્યા છે. તમને જણાવી દઈએ કે, ગર્ભાશય એન્ડોમેટ્રિય પેશીઓથી ઢંકાયેલું હોય છે, એક અસ્તર જેને આપણે એન્ડોમેટ્રીયમ તરીકે ઓળખીએ છીએ. મહિલાનું શરીર દરેક સમયગાળા સાથે નવું એન્ડોમેટ્રીયમ ઉત્પન્ન કરે છે, જેથી ઇંડા ગર્ભાધાન માટે તૈયાર થઈ શકે.

એન્ડોમેટ્રીયોસિસ એ એક બીમારી છે જેમાં ગર્ભાશયની બહાર એન્ડોમેટ્રીયમ પેશીઓ વધવા લાગે છે. આ બીમારી સ્ત્રીની પ્રજનન ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે અને અનિયમિત પીરિયડ્સનું કારણ પણ બની શકે છે. તેથી, એન્ડોમેટ્રીયોસિસથી પીડિત મહિલાએ તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ.

એન્ડોમેટ્રીયોસિસને ચાર તબક્કામાં વહેંચવામાં આવે છે. અહીં અમે તમને જણાવીશું કે, એન્ડોમેટ્રીયોસિસના પ્રથમ તબક્કામાં કયા પ્રકારનાલક્ષણો (એન્ડોમેટ્રીયોસિસ કે લક્ષ્શન) જોવા મળે છે.એન્ડોમેટ્રીયોસિસ 15 વર્ષથી લઈ 44 વર્ષની મહિલાઓને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે એન્ડોમેટ્રીયોસિસ પેલ્વિક વિસ્તારમાં રિપ્રોડક્ટિવ ઑર્ગનને પ્રભાવિત કરે છે.

આ સિવાય પણ આ અન્ય અંગોને અસર કરે છે.જેમાં ફેલોપિયન ટ્યુબ,યુટ્રસના લિગામેન્ટસ,પેલ્વિકકૈવિટીની લાઈનિંગ,અંડાશય,ગર્ભાશયનો બાહ્ય ભાગ, ગર્ભાશય અને ગુદામાર્ગ અથવા મૂત્રાશય વચ્ચેની જગ્યાગંભીર કિસ્સાઓમાં, તે મૂત્રાશય, સર્વિક્સ, આંતરડા, ગુદામાર્ગ, પેટ અને યોનિમાર્ગને પણ અસર કરી શકે છે.

એન્ડોમેટ્રીયોસિસના પહેલા સ્ટેજના લક્ષણો જોઈએ તો. પીરિયડ્સ દરમિયાન નીચેના ભાગમાં દુખાવો, શારીરિક સંબંધ દરમિયાન દુખાવો થવો, પીરિયડ્સ દરમિયાન કબજીયાત કે ડાયરિયા થવા એન્ડોમેટ્રીયોસિસ થવા પર થાક લાગી શકે છે. એન્ડોમેટ્રીયોસિસના પહેલા સ્ટેજમાં કેટલીક મહિલાઓને હેવી પીરિયડ્સ પણ આવે છે.

તમને જણાવી દઈએ કે, એન્ડોમેટ્રીયોસિસ થવા પર મહિલાને અલગ અલગ લક્ષણો દેખાય છે.જેમાંથી કેટલાક લક્ષણો મોટાભાગની મહિલામાં જોવા મળે છે. કેટલીક મહિલાને આનાથી અલગ લક્ષણો જોવા મળે છે. જો તમને હેવી પીરિયડ્સ, સ્પોટિંગની સમસ્યા છે. તો આને હળવાશથી ન લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહી ક્લિક કરો
