Pet Dog Training Tips : તમારા પાલતુ Dog ને આ 5 આદતો શીખવો, હંમેશા રહેશે તમારા કંટ્રોલમાં
પાલતુ શ્વાનને શાંત અને શિસ્તબદ્ધ બનાવવા માટે યોગ્ય તાલીમ અત્યંત મહત્વપૂર્ણ છે. તમે એવું ઈચ્છો છો કે તમારો dog તમારી વાત માને તો આ વાંચો.

Pet Dog Training Tips પાલતુ શ્વાનને ઘરે લાવવું એ પૂરતું નથી, તેમને યોગ્ય તાલીમ આપવી એટલું જ અગત્યનું છે. જો તમે ઇચ્છો છો કે તમારો શ્વાન ઘર બહાર અને અંદર હંમેશા શાંત, શિસ્તબદ્ધ અને સૌને અનુકૂળ વર્તન કરે, તો તેને કેટલીક ખાસ આદતો શીખવવી જરૂરી છે. શ્વાન આપણા પરિવારના એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે, પરંતુ ક્યારેક તેમનું વધુ પડતું ભસવું, વસ્તુઓ ફેંકવી કે લોકોને પર કૂદવું જેવી હરકતો માલિકોને પરેશાન કરી શકે છે. આવું ન બને તે માટે શરૂઆતથી જ યોગ્ય તાલીમ જરૂરી છે.

શ્વાનને સૌથી પહેલાં “Sit અને Stay” જેવા કમાન્ડની તાલીમ આપવી જોઈએ. જ્યારે તમે “Sit” કહો ત્યારે તેઓ બેસી જાય અને “Stay” કહો ત્યારે સ્થિર રહે, તો તમે તેમને કોઈ પણ પરિસ્થિતિમાં સરળતાથી કંટ્રોલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો મહેમાનો આવે અને શ્વાન વધારે ઉત્સાહિત બને, તો આ આદેશ તેની અનિયંત્રિત હરકતો રોકવામાં મદદ કરશે.

યોગ્ય રીતે ચાલવાનું શીખવો : ઘણા કૂતરાઓ ચાલતી વખતે દોરી ખેંચે છે અથવા રસ્તામાં આવતી વસ્તુઓ પકડી લે છે. આ તેમની અંદર ગુસ્સો અથવા ઉશ્કેરાટ વધારી શકે છે. તેથી, તેમને સારા વોકિંગ હેબિટ શીખવો. જ્યારે તેઓ દોરી ખેંચે, ત્યારે તરત અટકી જાવ. આમ કરતાં તેઓ સમજશે કે ખેંચવાથી તેઓ આગળ જઈ શકશે નહીં. નિયમિત રીતે આમ કરતા તેઓ ચાલતી વખતે શાંત અને નિયંત્રિત રહેશે.

શાંતીથી લોકોને મળતા શીખવો : શ્વાન અજાણ્યા લોકોને જુએ ત્યારે ઘણીવાર ભસવા, કૂદવા અથવા ચઢવાનો પ્રયાસ કરે છે. આ ટાળવા માટે તેમને સમાજીકરણ શીખવો. કોઈ અજાણી વ્યક્તિ સામે તેમને ધીમેથી તમારી પાસે બોલાવો અને શાંત રહેવા બદલ ટ્રીટ આપો. આ ટેવ તેમને ઘરમાં તેમજ જાહેર સ્થળોએ નિયંત્રિત વર્તન શીખવશે.

ખોરાક માટે ધીરજ રાખતા શીખવો : જો શ્વાનની દરેક માંગ તરત પૂર્ણ કરશો, તો તે જિદ્દી બનશે. તેથી તેમને ધીરજ રાખવાનું શીખવો. ખોરાક આપતા પહેલા થોડા સેકન્ડ સુધી રાહ જોવાનું કહો. વારંવાર આવું કરતાં તેઓ ધીમે-ધીમે ધીરજવંત અને શાંત બનવા લાગશે.

દૈનિક કસરત અને અન્ય પ્રવૃત્તિ : શ્વાનની ઉર્જા જેટલી વધારે હોય તેટલું તે ચંચળ બનવાની શક્યતા હોય છે. તેથી દરરોજ તેના માટે દોડવું, રમવું અથવા હળવી કસરત જેવી પ્રવૃત્તિઓ જરૂરી છે. આ તેની વધારાની ઉર્જાને ખપાવવામાં મદદ કરશે અને તેને માનસિક શાંતિ આપશે. પરિણામે, શ્વાન વધુ સમય સુધી શાંત અને આરામદાયક રહેશે.
શિયાળામાં તમારા Pet Dog ને ઠંડીથી સુરક્ષિત રાખવા જરૂરી ટીપ્સ, જાણી લો
