Stock Market: ગ્લોબલ માર્કેટમાં નવા રેકોર્ડ બનશે! વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ લાવી રહ્યા છે ‘IPO’, રોકાણ કરવું હોય તો પૈસા તૈયાર રાખજો
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક હવે તેમની રોકેટ અને સેટેલાઇટ કંપની માટેની મોટી તૈયારી કરી રહ્યા છે, જે વૈશ્વિક બજારમાં નવા રેકોર્ડ બનાવી શકે છે.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક હવે તેમની રોકેટ અને સેટેલાઇટ કંપની 'SpaceX' માટેની તૈયારી કરી રહ્યા છે, જે વૈશ્વિક બજારમાં નવા રેકોર્ડ બનાવી શકે છે. બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ મુજબ, 'SpaceX' એક વિશાળ ટેન્ડર ઓફરની યોજના બનાવી રહ્યું છે. જો આ સોદો થાય છે, તો કંપનીની વેલ્યૂએશન $800 બિલિયન એટલે કે ભારતીય રૂપિયામાં આશરે ₹71,96,680 કરોડ સુધી પહોંચી શકે છે.

એલોન મસ્કની કંપની 'SpaceX' $800 બિલિયન (₹71.96 લાખ કરોડ) ના વેલ્યૂએશન પર ટેન્ડર ઓફર શરૂ કરવાની તૈયારી કરી રહી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ઇનસાઇડર શેર વેચવાની આ યોજના OpenAI ($500 બિલિયન) કંપનીનો રેકોર્ડ તોડી નાખશે.

અહેવાલો અનુસાર, 'SpaceX' ઇનસાઇડર શેર વેચવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રાન્ઝેક્શન પછી કંપનીની વેલ્યુએશન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દિગ્ગજ કંપની OpenAI કરતાં પણ ઘણી આગળ નીકળી જશે. ખાસ વાત એ છે કે, ChatGPT બનાવનારી OpenAI એ ઓક્ટોબરમાં $500 બિલિયનનું રેકોર્ડ વેલ્યુએશન મેળવ્યું હતું પરંતુ મસ્કની કંપની હવે 800 બિલિયન ડોલરના આંકને સ્પર્શ કરવા માંગે છે.

બજારના નિષ્ણાતો કહે છે કે, શેરની કિંમત $400 પ્રતિ શેર કે તેથી વધુ હોઈ શકે છે. જો કે, કેટલાક ઇનસાઇડર સેલ્સ લગભગ $300 પ્રતિ શેરના દરે સેટલ થઈ શકે છે. જો સોદો $300 માં થાય છે, તો પણ કંપનીનું વેલ્યૂએશન $560 બિલિયન રહેશે, જે એક મહત્વપૂર્ણ આંકડો છે. આ સોદો હાલમાં વાટાઘાટો હેઠળ છે.

રિપોર્ટ અનુસાર, આ ટેન્ડર ઓફર વર્ષ 2026 ની શરૂઆતમાં IPO માટે માર્ગ મોકળો કરી શકે છે. આનો અર્થ એ થયો કે, SpaceX આગામી વર્ષના અંત સુધીમાં અથવા વર્ષ 2026 ની શરૂઆતમાં સત્તાવાર રીતે શેરબજારમાં એન્ટ્રી કરી શકે છે.

કંપનીના ડિરેક્ટર બોર્ડે ગુરુવારે ટેક્સાસના સ્ટારબેઝ હબ ખાતે આ વિગતોની ચર્ચા કરી હતી. નોંધનીય છે કે, હજુ સુધી ફાઇનલ ડીલ કઈ કિંમત પર થશે તે નક્કી નથી, કારણ કે તે ખરીદદારો અને વેચાણકર્તાઓની માંગ પર આધારિત રહેશે. આ બધા વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે, કંપની ઝડપથી Public Listing તરફ આગળ વધી રહી છે.

હવે આ સમાચારની અસર ફક્ત મસ્કની કંપની પૂરતી મર્યાદિત નથી પરંતુ તેની સાથે જોડાયેલી બીજી કંપનીઓ પર પણ તેની અસર થવા લાગી છે. SpaceX ના વધતા વેલ્યૂએશનના અહેવાલો વચ્ચે સેટેલાઇટ ટીવી અને વાયરલેસ કંપની ઇકોસ્ટાર કોર્પ.ના શેરમાં 18% જેટલો ઉછાળો આવ્યો.

આ પાછળનું કારણ બંને કંપનીઓ વચ્ચે થયેલ કરાર છે. ગયા મહિને જ, ઇકોસ્ટાર સ્પેસએક્સને 2.6 બિલિયન ડોલરમાં સ્પેક્ટ્રમ લાઇસન્સ વેચવા માટે સંમત થયા હતા. આ સોદો મસ્કની કંપનીને તેની વાયરલેસ સેવાઓને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. ગયા મહિને જ ઇકોસ્ટારે SpaceX ને $2.6 બિલિયન માં સ્પેક્ટ્રમ લાઇસન્સ વેચવા માટે સંમતિ આપી હતી. આ ડીલ એલન મસ્કની કંપનીને તેની વાયરલેસ સેવાને વધુ મજબૂત અને ઝડપી બનાવવામાં મદદ કરશે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
