અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો
ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ ટી20 ક્રિકેટમાં એક એવું કામ કર્યું છે. જે પહેલા કોઈ પણ ભારતીય ખેલાડીએ કર્યું નથી. તો ચાલો જોઈએ અભિષેક શર્માએ ટી20 ક્રિકેટમાં શું ઈતિહાસ રચ્યો છે.

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા માટે વર્ષ 2025 અત્યારસુધી બેટિંગથી શાનદાર રહ્યું છે. જેમાં ઈન્ટરનેશનલ અને ઘરેલું બંન્ને મેદાન પર તેના બેટથી શાનદાર રમત જોવા મળી રહી છે.

સાઉથ આફ્રિકા વિરુદ્ધ 9 ડિસેમ્બરથી શરુ થનારી 5 મેચની ટી20 સીરિઝ પહેલા અભિષેક શર્માએ ઘરેલું ક્રિકેટમાં સૌથી મોટી ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો છે.જેમાં 6 ડિસેમ્બરના રોજ સર્વિસેજ વિરુદ્ધ મેચમાં તેમણે 62 રનની ઈનિગ્સ રમી હતી. અભિષેક યસર્માએ આ દરમિયાન એક એવું કામ કર્યું છે. જે તેના પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી ટી20 ફોર્મેન્ટમાં કરવામાં સફળ રહ્યો નથી.

ટી20 ક્રિકેટમાં હાલમાં અભિષેક શર્માના નામની ચર્ચાઓ આખા વર્લ્ડ ક્રિકેટમાં જોવા મળી રહી છે. તેમણે મેદાન પર પોતાની રમતથી બધાનું દિલ જીતી લીધું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સર્વિસેજ વિરુદ્ધ પોતાની 62 રનની ઈનિગ્સમાં અભિષેકે કુલ 3 સિક્સ ફટકારી હતી. જેમાં વર્ષ 2025માં ટી20 ફોર્મેટમાં પોતાની 100 સિક્સ પણ પુરી કરવામાં સફળ રહ્યો હતો.

આ સાથે અભિષેક શર્મા હવે પહેલો એવો ભારતીય ખેલાડી બન્યો છે. જે ટી20 ફોર્મેટમાં એક વર્ષમાં 100 કે તેનાથી વધારે સિક્સ ફટકારવામાં સફળ રહ્યો છે.

આ પહેલા એક વર્ષમાં સૌથી વધારે સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ અભિષેકના નામે જ હતો. જેમાં તેમણે વર્ષ 2024માં ટી20 ફોર્મેટમાં કુલ 87 સિક્સ ફટકારી હતી.

અભિષેક શર્માનું વર્ષ 2025માં ટી20 ફોર્મેટ જોઈએ તો તેમણે 37 મેચમાં 36 ઈનિગ્સમાં બેટિંગ કરી છે. જેમાં તેમણે 1499 રન બનાવ્યા છે. આ દરમિયાન અભિષેકના બેટમાંથી 3 સદી અને 9 અડધી સદી પણ આવી હતી. અભિષેકના સ્ટ્રાઈક રેટને લઈને જો વાત કરવામાં આવે તો 204.22ની રહી હતી.
અભિષેક શર્મા તેની ધમાકેદાર ઇનિંગ્સ અને સિક્સર ફટકારવા માટે પ્રખ્યાત છે. અહી ક્લિક કરો
