ઓસ્ટ્રેલિયા સામેની આગામી 2 મેચમાં શ્રેયસ ઐય્યર ભારતીય ટીમમાં આ ખેલાડીની લેશે જગ્યા?
ટીમ ઈન્ડિયા પાંચ મેચોની સિરીઝમાં અજેય લીડ લેવાના ઈરાદા સાથે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ઉતરશે. શ્રેયસ અય્યરને વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ એક સપ્તાહનો આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ તે રાયપુર અને બેંગલુરુમાં યોજાનારી છેલ્લી બે મેચો માટે ટીમમાં પરત ફરશે.

ટીમ ઈન્ડિયા પાંચ મેચોની સિરીઝમાં અજેય લીડ લેવાના ઈરાદા સાથે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ઉતરશે. શ્રેયસ અય્યરને વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ એક સપ્તાહનો આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ તે રાયપુર અને બેંગલુરુમાં યોજાનારી છેલ્લી બે મેચો માટે ટીમમાં પરત ફરશે અને ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ વાઈસ-કેપ્ટનની ભૂમિકા નિભાવશે.

શ્રેયસ અય્યરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળશે અને તે તિલક વર્માનું સ્થાન લેશે તેવી પૂરી શક્યતા છે. પહેલી બે મેચમાં બેટ્સમેનોના સારા પ્રદર્શન બાદ યુવા ખેલાડીઓની હાજરી સાથે ભારતીય ટીમ પણ બરસાપારા સ્ટેડિયમ પર ધૂમ મચાવશે, જ્યાં પિચ બેટિંગ માટે અનુકૂળ છે.

આ મેચ માટે સ્ટેડિયમમાં 40 હજાર દર્શકો આવવાની અપેક્ષા છે અને તેઓ ફરી એકવાર ભારતની પ્રતિભાશાળી બેટિંગ લાઈન અપ પાસેથી પ્રભાવશાળી બેટિંગની અપેક્ષા રાખશે.

ભારતીય બેટ્સમેનોએ પહેલી ત્રણ મેચમાં 59 ચોગ્ગા અને 33 છગ્ગા ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ જેમ કે સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝમ્પા 9 અઠવાડિયાથી વધુ સમયથી ભારતમાં છે અને હવે તેમના પર થાકની અસર દેખાવા લાગી છે. આ ખેલાડીઓ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

આ સિવાય હવે જોવાનું રહેશે કે આ વિનિંગ ટીમ કોમ્બિનેશનમાં કોણ ટીમની બહાર જશે અને કોની જગ્યાએ શ્રેયસ એય્યર ટીમમાં સ્થાન મેળવશે.