Breaking News : ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને વ્હાઇટવોશ કરીને 2-0 થી સીરિઝ જીતી
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 2nd Test દિલ્હીમાં રમાઈ હતી. આ સીરિઝમાં ભારતે વેસ્ટઈન્ડિઝને ક્લીન સ્વીપ કર્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ હેડ કોચ ગૌતમ ગંભીરને બર્થ ડે ગિફટ આપ્યું છે. કારણ કે, 14 ઓક્ટોબરના રોજ એટલે કે, આજે ગૌતમ ગંભીર પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે.

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી.

ભારતે દિલ્હી ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝને હરાવી સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. ભારતે અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ 140 રનના અંતરથી જીતી હતી. હવે દિલ્હી ટેસ્ટ મેચમાં પણ 7 વિકેટથી જીત મેળવી છે.

આ સાથે ભારતનો વેસ્ટઈન્ડિઝ પર દબદબો જોવા મળ્યો હતો. દિલ્હી ટેસ્ટમાં જીતની સાથે સીરિઝમાં ક્લીન સ્વીપ ભારત માટે ખુબ ખાસ રહ્યું છે. આ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતને મળેલી પહેલી ટેસ્ટ સીરિઝની જીત છે. આ સિવાય ભારતીય ટીમે ગૌતમ ગંભીરને બર્થ ડે પર ગિફટ આપી છે.

ટીમ ઈન્ડિયાના હેડ કેચ 14 ઓક્ટોબર 2025ના રોજ પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહ્યા છે. આ દિવસે ભારતે વેસ્ટઈન્ડિઝને દિલ્હી ટેસ્ટમાં હરાવી 2 મેચની સીરિઝ 2-0થી જીતી છે. ત્યારે આ જીત હેડ કોચ માટે કોઈ ગિફટથી ઓછી નથી.

ભારતીય બોલિંગની વાત કરીએ તો કુલદીપ યાદવ સૌથી સફર બોલર રહ્યો હતો. તેમણે પહેલી ઈનિગ્સમાં 5 વિકેટ લીધી હતી. આ સાથે કુલ 8 વિકેટ પોતાના નામ કરી હતી. આ સિવાય જાડેજા અને બુમરાહે 4-4 વિકેટ અને સિરીઝે 3 વિકેટ લીધી હતી.

વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ક્લીન સ્વીપ કરી ભારતે શુભમન ગિલની કેપ્ટનશીપમાં પહેલી ટેસ્ટ સીરિઝ જીતી છે. આ ભારતને 378 દિવસ બાદ મળી છે. પહેલી ટેસ્ટ સીરિઝ જીત છે. ભારતે છેલ્લી સીરિઝ ગત્ત વર્ષે 1 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ જીતી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે મેચની સિરીઝ, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભાગ રૂપે રમાઈ હતી, તે પૂર્ણ થઈ ગઈ છે. આ જીત પહેલા, ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતી અને હજુ પણ ત્યાં જ છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
