
મોહમ્મદ શમી
મોહમ્મદ શમીનો જન્મ 1990માં થયો હતો. રાઈટ આર્મ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્ષ 2013માં ટેસ્ટ અને વનડેમાં ભારતીય ટીમ તરફથી ડેબ્યૂ કર્યુ હતુ. વર્ષ 2014માં શમીએ પાકિસ્તાન સામે ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ.
મોહમ્મદ શમી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. વનડેમાં ક્રિકેટમાં અને વર્લ્ડ કપ મેચોમાં સૌથી વધારે વાર Five-wicket hauls લેનાર તે પ્રથમ ભારતીય બોલર છે. વર્ષ 2014માં શમીએ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2015માં તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો, જેનું નામ આયરા શામી રાખવામાં આવ્યુ હતુ. ઘરેલૂ હિંસા જેવા વિવાદોને કારણે શમી અને હસીન જહાં એકબીજાથી અલગ રહે છે.
IPL 2025માં SRHના ખરાબ પ્રદર્શન બાદ કાવ્યા મારન આ સ્ટાર ખેલાડીઓને કરશે ટીમની બહાર !
સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2025માં છઠ્ઠા સ્થાને રહ્યું. SRH આખી સિઝનમાં ફક્ત 6 જ મેચ જીતી શકી. આવી સ્થિતિમાં આગામી સિઝન પહેલા ટીમ માલિક કાવ્યા મારન અને મેનેજમેન્ટ કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે અને સ્ટાર ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. જેનાથી ખેલાડીઓને કરોડોનું નુકસાન થઈ શકે છે.
- Smit Chauhan
- Updated on: May 26, 2025
- 8:21 pm
Breaking News : ક્રિકેટર મોહમ્મદ શમીને જાનથી મારી નાખવાની ધમકી મળી, 1 કરોડની ખંડણી માંગી
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ઈમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગે શમીના ભાઈની ફરિયાદ બાદ અમરોહા સાયબર સેલ ટીમે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીએ રૂ.1 કરોડની ખંડણી માંગી છે.
- Smit Chauhan
- Updated on: May 5, 2025
- 6:43 pm
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને જીજા મનરેગા મજૂર, દૈનિક વેતન તરીકે કમાય છે 237 રૂપિયા
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની બહેન અને જીજાના નામ મનરેગા કામદારોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમને દૈનિક વેતન પણ નિયમિત મળી રહ્યું છે.
- Smit Chauhan
- Updated on: Mar 26, 2025
- 7:13 pm
Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા છતાં રોહિત શર્માને ICC શ્રેષ્ઠ ટીમમાં ન મળ્યું સ્થાન
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ ટાઈટલ મેચમાં રોહિતે સૌથી વધુ 76 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો. છતાં ICCએ તેને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન જ ન આપ્યું.
- Smit Chauhan
- Updated on: Mar 10, 2025
- 8:28 pm
Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં મોહમ્મદ શમી ગંભીર રીતે થયો ઈજાગ્રસ્ત, ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ખરેખર, ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ગંભીર રીતે ઘાયલ થયો છે. સાતમી ઓવર દરમિયાન, પોતાની જ બોલિંગમાં કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે તેને હાથ પર ગંભીર ઈજા થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Mar 9, 2025
- 4:25 pm
મોહમ્મદ શમીએ રોઝા ન રાખતા થયો હોબાળો, હવે અફઘાનિસ્તાનના બે ખેલાડીઓનો વીડિયો થયો વાયરલ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન મોહમ્મદ શમી વિવાદમાં ફસાઈ ગયો છે. હકીકતમાં, તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન રોઝા રાખ્યો ન હતો અને મેદાન પર એનર્જી ડ્રિંક્સ પીતો જોવા મળ્યો હતો. આ વિવાદ વચ્ચે અફઘાનિસ્તાનના બે ખેલાડીઓનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Mar 6, 2025
- 5:51 pm
Champions Trophy : ‘શમીએ રોઝા ન રાખી મોટું પાપ કર્યું, માફી માંગવી જોઈએ’, મૌલાનાનો બફાટ
શમી ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન તે જ્યુસ/એનર્જી ડ્રિંક પીતો જોવા મળ્યો હતો, જે બાદ સોશિયલ મીડિયા પર શમીએ રોઝા ન રાખવાની ચર્ચા શરૂ થઈ હતી. હવે અખિલ ભારતીય મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય પ્રમુખ મોહમ્મદ શમીથી નારાજ થયા છે અને શમીએ માફી માંગવી જોઈએ એવી માંગ કરી રહ્યા છે.
- Smit Chauhan
- Updated on: Mar 6, 2025
- 4:21 pm
IND vs AUS : પહેલા જ બોલે મોહમ્મદ શમીએ કરી મોટી ભૂલ, ટ્રેવિસ હેડનો આસાન કેચ છોડ્યો, જુઓ વીડિયો
ચેમ્પિયન્સ ટ્રોફીના પહેલા સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ મોટી ભૂલ કરી દીધી. મેચના પહેલા જ બોલ પર શમીએ ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ટ્રેવિસ હેડનો કેચ છોડી દીધો હતો. શમીની આ ભૂલ ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો સાબિત થઈ શકે તેમ હતી, પરંતુ સદનસીબે હેડ માત્ર 39 રન જ બનાવી શક્યો અને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો.
- Smit Chauhan
- Updated on: Mar 4, 2025
- 4:53 pm
Champions Trophy : ન્યુઝીલેન્ડ સામે ભારતની પ્લેઈંગ 11 માં થશે મોટા ફેરફાર, આ બે ખેલાડીઓ પહેલી વાર રમશે !
ટીમ ઈન્ડિયા ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં ભારત પોતાની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં કેટલાક ફેરફારો સાથે પ્રવેશ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ભારત પહેલાથી જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન કન્ફર્મ કરી ચૂક્યું છે.
- Smit Chauhan
- Updated on: Mar 1, 2025
- 8:31 pm
કેએલ રાહુલ વિરાટ કોહલી પાસેથી આ વસ્તુ ચોરી કરવા માંગે છે, પોતે કર્યો ખુલાસો
કેએલ રાહુલના ક્લાસ અને ટેકનિકની ઘણીવાર પ્રશંસા થાય છે. જોકે, તે હજુ પણ બેટિંગમાં વિરાટ કોહલી પાસેથી એક વસ્તુ ચોરી કરવા માંગે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે ઘણા ખુલાસા કર્યા. આ દરમિયાન તેણે એ પણ કહ્યું કે તે વિરાટ કોહલીની કઈ વસ્તુ ચોરી કરવા માંગે છે.
- Smit Chauhan
- Updated on: Feb 25, 2025
- 5:00 pm
IND vs PAK : ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોહમ્મદ શમીએ પહેલી જ ઓવરમાં કરેલી આ 5 ભૂલ ભારત માટે મુશ્કેલી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચમાં મોહમ્મદ શમીની પહેલી ઓવર ખૂબ જ ખરાબ રહી. તેણે 6 બોલને બદલે 11 બોલ ફેંકવા પડ્યા.
- Sagar Solanki
- Updated on: Feb 23, 2025
- 3:25 pm
IND vs PAK: પાકિસ્તાનને હરાવવા મેદાનમાં ઉતરશે આ 11 ખેલાડીઓ, જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. બંને ટીમો 23 ફેબ્રુઆરીએ દુબઈના મેદાન પર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટકરાશે. શું રોહિત-વિરાટ કે શુભમનના બેટ પાકિસ્તાન સામે આગ ફેલાવશે કે શમી-રાણાના બોલ તબાહી મચાવશે કે પછી આપણે જાડેજા-અક્ષરના સ્પિનનો જાદુ જોશું? ટીમ ઈન્ડિયાનો દરેક ખેલાડી પાકિસ્તાન સામે કેવું પ્રદર્શન કરે છે તે તો સમય જ કહેશે, પરંતુ તે પહેલા ચાલો ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.
- Smit Chauhan
- Updated on: Feb 22, 2025
- 5:48 pm
IND vs BAN: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત સાથે શરૂઆત, બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પોતાની પહેલી મેચમાં શમી, અક્ષર અને હર્ષિતની દમદાર વિકેટ ટેકિંગ બોલિંગ છતાં બાંગ્લાદેશે ભારત સામે સારી બેટિંગ કરી 228 રન બનાવ્યા અને 229 રનનો સન્માનજનક ટાર્ગેટ ભારતને આપ્યો. ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે થોડો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે બાંગ્લાદેશે દુબઈની મુશ્કેલ પિચ પર 229 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરવા દીધો ન હતો. જોકે શુભમન ગિલ અને કેએલ રાહુલની સમજદારી પૂર્વકની બેટિંગના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી.
- Smit Chauhan
- Updated on: Feb 20, 2025
- 10:29 pm
IND vs BAN : મોહમ્મદ શમીએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, ODI ક્રિકેટમાં દુનિયાના તમામ બોલરોને આ વાતમાં છોડ્યા પાછળ
Mohammad Shami ODI Wickets: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં, મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ સામેની મેચમાં શાનદાર બોલિંગ કરી અને બાંગ્લાદેશી બેટ્સમેન માટે સમસ્યા બની રહ્યો.
- Sagar Solanki
- Updated on: Feb 20, 2025
- 7:29 pm
IND vs BAN: ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને રડાવી દીધું, અડધી ટીમ 51 બોલમાં જ પોવેલિયન ભેગી
ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત ખૂબ જ શાનદાર રીતે કરી હતી. ભારતીય બોલરોએ પહેલા જ પાવરપ્લેમાં બાંગ્લાદેશની અડધી ટીમને આઉટ કરી દીધી હતી. આ દરમિયાન બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Feb 20, 2025
- 4:40 pm