Breaking News : કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદ્યો , 9 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો, જુઓ Video
કચ્છના ભુજ પંથકમાં એક યુવક બોરવેલમાં ખાબકી ગયો હતો. જેનું ગુંગણામણના કારણે મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાતે ભુજના કુકમા ગામે એક યુવક પારિવારિક ઝઘડા બાદ બોરવેલમાં પડ્યો હતો. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે તેને બહાર કાઢવા માટે 9 કલાકની જહેમત કરવામાં આવી હતી.
કચ્છમાં હૈયુ હચમચાવી દેવી તેવી ઘટના સામે આવી છે. કચ્છના ભુજ પંથકમાં એક યુવક બોરવેલમાં પડ્યો હતો. જેનું ગુંગણામણના કારણે મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાતે ભુજના કુકમા ગામે એક યુવક પારિવારિક ઝઘડા બાદ બોરવેલમાં પડ્યો હતો. જો કે ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે તેને બહાર કાઢવા માટે 9 કલાકની જહેમત કરવામાં આવી હતી. પરંતુ કમનસીબે કલાકોની જહેમત બાદ યુવકને બચાવી શક્યા ન હતા. આજે વહેલી સવારે યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
ગુંગણામણના કારણે બોરમાં જ યુવકનું મોત
બોરમાં ફસાયેલો 20 વર્ષીય યુવક મૂળ ઝારખંડ રાજ્યનો વતની છે. યુવક કુકમાની આશાપુરા ટેકરી પાસે આવેલી એક વાડીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. પારિવારિક ઝઘડા બાદ યુવકે બોરમાં પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભુજ પ્રાંત અધિકારી, મામલતદાર, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો યુવકને સહી-સલામત બહાર કાઢવા માટે પધ્ધર પોલીસ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમો તુરંત કામે લાગી છે અને તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ યુવકને બચાવી શક્યા ન હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
