ઈબ્રાહિમ ઝદરાને રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ ખેલાડી બન્યો

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ઈબ્રાહિમ ઝદરાનનો છે. તેણે આજે ઓસ્ટ્રેલિયા 129 રન ફટકાર્યા હતા. તેણે અફઘાનિસ્તાન માટે વનડેમાં 5 સદી ફટકારી છે. વધુ 2 સદી ફટકારીને તે અફગાનિસ્તાન માટે વનડેમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી બની જશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2023 | 7:59 PM
અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. વર્લ્ડ કપ 2023ની 39મી મેચમાં ઈબ્રાહિમે 131 બોલમાં સદી ફટકારી હતી. આ તેની ODI કારકિર્દીની પાંચમી સદી હતી. આ સાથે જ ઈબ્રાહિમ ODI વર્લ્ડ કપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ ખેલાડી બન્યો.

1 / 5
આ પહેલા વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સર્વશ્રેષ્ઠ ઇનિંગ સમીઉલ્લાહ શિનવારીની હતી, જેણે 2015માં સ્કોટલેન્ડ સામે 96 રન બનાવ્યા હતા. ઇબ્રાહિમે ઓસ્ટ્રેલિયા સામે 143 બોલમાં 129 રનની અણનમ ઇનિંગ રમી હતી.

2 / 5
વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ઈબ્રાહિમ ઝદરાનનો છે. તેણે આજે ઓસ્ટ્રેલિયા 129 રન ફટકાર્યા હતા. તેણે અફઘાનિસ્તાન માટે વનડેમાં 5 સદી ફટકારી છે. વધુ 2 સદી ફટકારીને તે અફગાનિસ્તાન માટે વનડેમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી બની જશે.

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ઈબ્રાહિમ ઝદરાનનો છે. તેણે આજે ઓસ્ટ્રેલિયા 129 રન ફટકાર્યા હતા. તેણે અફઘાનિસ્તાન માટે વનડેમાં 5 સદી ફટકારી છે. વધુ 2 સદી ફટકારીને તે અફગાનિસ્તાન માટે વનડેમાં સૌથી વધારે સદી ફટકારનાર ખેલાડી બની જશે.

3 / 5
વનડે વર્લ્ડ કપમાં અને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનારા સૌથી યુવા ખેલાડીઓની લિસ્ટમાં ઈબ્રાહિમ ચોથા ક્રમે છે. તેની ઉંમર 21 વર્ષ 330 દિવસ છે.

4 / 5
અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં પોતાના સૌથી મોટો સ્કોર નોંધાવ્યો છે. વર્ષ 2019માં અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે 288 રન બનાવ્યા હતા. જ્યારે આજે ઓસ્ટ્રેલિયા સામે 291 રનનો સ્કોર ઉભો કર્યો હતો. વર્ષ 2019માં ઈંગ્લેન્ડ સામે એક ઈનિંગમાં સૌથી વધારે 8 સિક્સર ફટકારી હતી. જ્યારે આજે ઓસ્ટ્રેલિયા સામે 9 સિક્સર ફટકારી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">