IND W vs PAK W: પરફેક્ટ સ્ટ્રાઈક! ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન સામેની જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પાકિસ્તાન વિરુદ્ધ આઈસીસી મહિલા વનડે વર્લ્ડકપમાં જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. કહ્યું પરફેક્ટ સ્ટ્રાઈક

ભારતની મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી મહિલા વનડે વર્લ્ડકપ 2025ના રવિવારના રોજ રમાયેલી મેચમાં પાકિસ્તાનને 88 રનથી હાર આપી પોતાની બીજી જીત મેળવી હતી. મેચમાં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ.

ટીમ ઈન્ડિયાની મહિલા બેટસ્મેનોએ 50 ઓવરમાં 10 વિકેટના નુકસાન પર 247 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની મહિલા ટીમ 43 ઓવરમાં 159 રનમાં સમેટાય ગઈ હતી અને 88 રનના મોટા સ્કરોથી ભારતની મહિલા ટીમે જીત મેળવી હતી.

ટીમ ઈન્ડિયા વનડે ફોર્મેટમાં પાકિસ્તાનની મહિલા ટીમ વિરુદ્ધ સતત 12મી વખત જીત મેળવી છે. ભારતીય ટીમ પાકિસ્તાન સામે વનડે ફોર્મેટમાં આજદિવસ સુધી હારી નથી. જીતનો આ સિલસિલો ચાલું રહ્યો હતો..

ભારતીય મહિલા ટીમને પાકિસ્તાન વિરુદ્ધ મહિલા વર્લ્ડકપ 2025ની મેચમાં શાનદાર જીત માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ શુભકામના પાઠવી હતી.

અમિત શાહે કહ્યું પરફેક્ટ સ્ટ્રાઈક, આઈસીસી મહિલા વર્લ્ડકપની આજની મેચમાં આપણી મહિલા ક્રિકેટ ટીમે ભારતની ક્રિકેટની તાકાતનું શાનદાર પ્રદર્શન કર્યું છે. આખો દેશ ટીમ પર ગર્વ કરે છે. આગામી મેચ માટે પણ શુભકામના

હાલમાં એશિયા કપ 2025માં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 3 મેચમાં જીત મેળવી હતી. આ સાથે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યા ન હતા. અંતે ફાઈનલમાં પાકિસ્તાનના મંત્રી એસીસી અધ્યક્ષ મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાની પણ ના પાડી હતી. આ વિવાદ હજુ શાંત થયો નથી.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો
