કેપ્ટન કૂલ ધોનીનો મિત્ર બન્યો વાઈસ કેપ્ટન, સાઉથ આફ્રીકા સામે મચાવશે ધમાલ
10 ડિસેમ્બરથી ભારતીય ક્રિકેટ ટીમનો સાઉથ આફ્રીકા પ્રવાસ શરુ થવા જઈ રહ્યો છે. બીસીસીઆઈ દ્વારા આજે 30 નવેમ્બરના રોજ ત્રણેય ફોર્મેટ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી કેટલાક ગુજ્જુ ક્રિકેટર્સને પણ સ્થાન મળ્યું છે. જેમાંથી એક ગુજ્જુ ઓલરાઉન્ડરને મોટી જવાબદારી મળી છે.

10 ડિસેમ્બર, 2023ના રોજ ટી20 સિરીઝથી ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રીકા ટૂરની શરુઆત કરશે. ટી20 સહિત વનડે અને ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ટી20 સિરીઝ માટે હાર્દિક પંડયાના સ્થાને સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝ માટે પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

સાઉથ આફ્રીકા સામે ટી20 અને ટેસ્ટ ટીમમાં રવીન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે.

આઈપીએલ 2022માં રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટનશીપ કરી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈની ટીમ માત્ર 8માંથી માત્ર 1 મેચ જીતી શકી હતી. સાઉથ આફ્રીકા સામેની ટી20 સિરીઝમાં જાડેજા પોતાની લીડરશીપ સ્કિલને વિકસાવી શકશે.

સાઉથ આફ્રીકા ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમ - યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, જીતેશ શર્મા, રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અરશરાજ, મોહમ્મદ સિંહ મુકેશ કુમાર, દીપક ચહર.