AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 5 IPL ખેલાડીઓ પર લાગ્યો હતો બળાત્કારનો આરોપ, નામ જાણીને ચોંકી જશો

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી રહેલા શિવલિક શર્મા પર લગ્નના બહાને એક યુવતી પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ મામલે જોધપુરમાં કેસ નોંધવામાં આવ્યો છે. શિવલિક શર્મા પહેલા પણ IPL રમી ચૂકેલા ઘણા ક્રિકેટરો પર બળાત્કારનો આરોપ લાગી ચૂક્યો છે. આ નામો ચોંકાવનારા છે, કારણ કે આ ખેલાડીઓ ક્રિકેટના દિગ્ગજો છે. ચાલો જાણીએ આવા IPL ખેલાડીઓ વિશે જેમના પર બળાત્કારના આરોપો લગાવવામાં આવ્યા છે.

| Updated on: May 03, 2025 | 4:27 PM
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ રહી ચૂકેલો શિવાલિક શર્મા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જોધપુરના કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, તેના પર લગ્નના બહાને યુવતી પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આરોપ છે. પોલીસ તેને ગમે ત્યારે પકડી શકે છે. IPL મેચ વચ્ચે આ સમાચારે સનસનાટી મચાવી દીધી છે.

1 / 5
પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે. 2005માં તેના પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો. આ ઘટના પાકિસ્તાનના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બની હતી. આ આરોપ પછી, તેને તાત્કાલિક પાકિસ્તાન  પાછો મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં તેના સાથી ખેલાડીઓ તેને પ્લેબોય કહીને ચીડવતા હતા. જોકે, શોએબ અખ્તરે ખુલાસો કર્યો કે એક પાકિસ્તાની ખેલાડી અને એક છોકરી વચ્ચે કોઈ ગેરસમજ હતી, જેમાં તે ફસાઈ ગયો. આ કારણે, તેના પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા. બધાને અખ્તર પર શંકા હતી, તેથી તેણે વાસ્તવિક ખેલાડીનું નામ જાહેર કરવાની વિનંતી કરી પરંતુ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે નામ છુપાવ્યું હતું.

2 / 5
દક્ષિણ આફ્રિકાનો દિગ્ગજ પૂર્વ ફાસ્ટ બોલર મખાયા એન્ટિની IPLમાં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી ચૂક્યો છે. 1999માં એન્ટિની પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ તેણે આ કેસમાં પોતાને નિર્દોષ જાહેર કર્યો અને સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી. લાંબી લડાઈ પછી, કોર્ટે તેને સાછો ઠેરવ્યો અને આ કેસમાં તેને નિર્દોષ જાહેર કર્યો.

3 / 5
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર લ્યુક પોમર્સબેકની મે 2012માં નવી દિલ્હીની એક હોટલમાં એક મહિલાની છેડતી અને તેના મંગેતર પર હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે ખેલાડી, જે તે સમયે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમી રહ્યો હતો, તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પણ તેણે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડ્યો. બાદમાં કોર્ટની બહાર મામલો ઉકેલાયા બાદ તેની સામેના બધા આરોપો રદ્દ કરવામાં આવ્યા હતા.

4 / 5
IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે બે સિઝન રમનાર નેપાળી ક્રિકેટર સંદીપ લામિછાને પર 2022માં 18 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં પોલીસે તાત્કાલિક તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આ પછી તેને જેલની સજા પણ ભોગવવી પડી. જોકે, તેને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ લાંબા ટ્રાયલ પછી, જાન્યુઆરી 2024માં, કોર્ટે તેને દોષિત ઠેરવ્યો અને 8 વર્ષની જેલની સજા ફટકારી. ત્યારબાદ લામિછાનેએ નિર્ણય સામે અપીલ કરી અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. (All Photo Credit : PTI / X)

5 / 5

IPLમાં છેલ્લા 18 વર્ષમાં દેશ-વિદેશના અનેક ખેલાડીઓ રમી ચૂક્યા છે. જેમાંથી અમુક ખેલાડીઓ પર ગંભીર આરોપો પણ લાગ્યા છે. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">