AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર, વધુ 16 ઉમેદવારોને ટિકિટ

Breaking News : ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર, વધુ 16 ઉમેદવારોને ટિકિટ

| Updated on: Sep 26, 2026 | 3:51 PM
Share

ગાંધીનગર મનપામાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. રાજ્ય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી તથા પરિણામ જાહેર થવાનું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે બીજી યાદીમાં વધુ 16 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ સાથે પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 35 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે 25 સપ્ટેમ્બરે પ્રથમ યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

ગાંધીનગર મનપામાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. રાજ્ય ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી તથા પરિણામ જાહેર થવાનું છે.

ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ

ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ છે. આ દરમિયાન કોંગ્રેસે પોતાની બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.

હજુ 11 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી

કોંગ્રેસે પ્રથમ યાદીમાં 19 અને બીજી યાદીમાં 16 મળીને કુલ 35 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હજુ 11 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. મળતી માહિતી મુજબ, જેમના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી, તેમને પાર્ટી તરફથી ટેલિફોનિક જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત સાથે શહેરમાં રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે. ભાજપે પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, જ્યારે AAP સહિતના પક્ષો પણ ચૂંટણી મેદાનમાં છે.

Breaking News : અંબાજી ભાદરવી પૂનમના મેળાના દર્શને પહોંચ્યાં DyCM હર્ષ સંઘવી, ચઢાવી ધજા,જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">