Gold Silver Rate In Gujarat : ગુજરાતમાં સોનાના ભાવ 10 દિવસના સૌથી નીચલા સ્તરે! એક મહિનામાં ₹11,000 નો ઘટાડો, જાણો ફિઝિકલ ગોલ્ડ vs ETF નો મોટો તફાવત
ગુજરાતમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો. જ્યારે છેલ્લા 10 દિવસના ભાવમાં ઉતાર-ચઢાવ રહ્યા છે. સાથે જ ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETFની કિંમતમાં પણ મોટો તફાવત જોવા મળે છે.

આજની તારીખ 25 સપ્ટેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | iStock)

આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,52,720 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,39,990 અને 1,14,540 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ તારીખ 19 અને 20 સપ્ટેમ્બરના રોજ હતો. 24 કેરેટનો ભાવ રુપિયા 1,55,890 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ 1,42,900 રુપિયા અને 1,16,920 રુપિયા હતા. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સૌથી ઓછો ભાવ આજની તારીખ 25 સપ્ટેમ્બરના રોજ છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,52,720 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,39,990 અને 1,14,540 છે. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના વિવિધ શહેરોમાં 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો એકસરખો ભાવ ₹1,39,990 છે. (Image Source | Groww)

આજે 25 સપ્ટેમ્બર 2026 ના રોજ ભાવ ₹1,52,720 છે. જ્યારે 25 ઓગસ્ટ 2026 ના રોજ ભાવ ₹1,63,800 હતો. એટલે કે 22 ઓગસ્ટ સરખામણીએ આજના ભાવમાં ₹11,080 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ ગોલ્ડમાં ટેક્સ વગરની મૂળ કિંમત ₹1,52,720 પર 3% GST (₹4,581.60), મેકિંગ ચાર્જિસ (₹18,326.40 થી ₹27,489.60), વેસ્ટેજ ચાર્જ (₹3,054.40 થી ₹7,636.00) અને હોલમાર્કિંગ ખર્ચ ઉમેરાતા ગ્રાહકને કુલ ₹1,78,717.40 થી ₹1,92,627.20 ચૂકવવા પડે છે. (Image Source | Groww)

બીજી તરફ, ગોલ્ડ ETF ખરીદતી વખતે મેકિંગ અને વેસ્ટેજ ચાર્જ લાગતા ન હોવાથી તથા માત્ર હોલમાર્કિંગ/સર્ટિફિકેશન ખર્ચ ઉમેરાતા ખરીદનારે કુલ ₹1,53,483.60 થી ₹1,54,247.20 ચૂકવવા પડે છે. જે દર્શાવે છે કે રોકાણના દૃષ્ટિકોણથી ગોલ્ડ ETF એ ફિઝિકલ સોના કરતાં ઘણું સસ્તું વિકલ્પ છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, Gold Silver Rate Today : સતત ઘટી રહ્યા છે સોના-ચાંદીના ભાવ! 25 સપ્ટેમ્બરે અમદાવાદ, મુંબઈથી લઈને દિલ્હી સુધી દેશના મોટા શહેરોમાં શું છે 24 અને 22 કેરેટનો નવો રેટ?
