AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ભીખ માંગવા માટે પણ જોઇશે લાયસન્સ, જાણો દુનિયાના એવા શહેર વિશે જ્યાં લાયસન્સ વિના ભીખ માંગવી છે ગુનો !

ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં તમને રસ્તાના કિનારે કેટલાક લોકો પૈસા માંગતા જોવા મળે છે, જેમને ભિખારી કહેવામાં આવે છે. ભારતમાં ભીખ માંગવા માટે કોઈ સરકારી લાઇસન્સ લેવું પડતું નથી.

| Updated on: Sep 26, 2026 | 2:05 PM
Share
સામાન્ય રીતે સરકાર ભિખારીઓની સંખ્યા ઘટાડવા માટે વિવિધ યોજનાઓ બનાવતી હોય છે. પરંતુ દુનિયામાં એક એવું શહેર પણ છે, જ્યાં ભીખ માંગવાની પ્રવૃત્તિને નિયમોના દાયરામાં રાખવામાં આવી છે. (Image Source | iStock)

1 / 7
અહીં કોઈ વ્યક્તિ રસ્તા પર ભીખ માંગે તો તેને પહેલાં સરકારી પરવાનગી લેવી જરૂરી છે. સત્તાવાર મંજૂરી મળ્યા બાદ જ તે વ્યક્તિ ભીખ માંગી શકે છે. આ અનોખો નિયમ વર્ષ 2019માં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ શહેરમાં લાયસન્સ વિના ભીખ માંગવી નિયમ વિરુદ્ધ માનવામાં આવે છે. (Image Source | iStock)

2 / 7
સૂત્રો અનુસાર, આ વ્યવસ્થાનો હેતુ શહેરમાં ભીખ માંગવાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનો અને વ્યવસ્થા જાળવવાનો છે. યુરોપિયન દેશ સ્વીડનના એસ્કિલસ્ટૂના શહેરમાં ભીખ માંગવા માટે લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. (Image Source | Magnific)

3 / 7
અહીં જો કોઈ વ્યક્તિ રસ્તા પર ભીખ માંગે છે, તો તેણે પહેલાં સ્થાનિક નગર પ્રશાસન પાસેથી સત્તાવાર પરવાનગી લેવી પડે છે. પરવાનગી મળ્યા બાદ જ તે કાયદેસર રીતે ભીખ માંગી શકે છે. (Image Source | Magnific)

4 / 7
આ નિયમ હેઠળ ભીખ માંગનાર વ્યક્તિને લાયસન્સની સાથે માન્ય ઓળખપત્ર પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, ભીખ માંગવા માટે લાયસન્સ મેળવવા વ્યક્તિને આશરે 250 સ્વીડિશ ક્રોના ચૂકવવા પડે છે. (Image Source | Magnific)

5 / 7
આ નિયમથી શહેરમાં કેટલા લોકો ભીખ માંગી રહ્યા છે તેની માહિતી મેળવવામાં મદદ મળે છે. સાથે જ જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી અને સામાજિક મદદ પહોંચાડવામાં તેમજ તેમને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં પણ સરળતા રહે છે. (Image Source | Magnific)

6 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | Magnific)

7 / 7

આ પણ વાંચો, દૂધી સાથે ભૂલથી પણ ન ખાઓ આ 2 સુપરફૂડ! એલર્જી અને ત્વચાની સમસ્યાઓથી બચવા જાણી લો સાચો નિયમ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">